Health: જાણો શા માટે લોકો નાની ઉંમરમાં બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર!

|

Sep 03, 2021 | 4:36 PM

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકને કારણે ગુરૂવારે નિધન થયું છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે લોકો નાની ઉંમરે આ પ્રકારની સમસ્યાનો શિકાર બને છે.

1 / 5
વર્ષ 2019માં અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (American College of Cardiology)દ્વારા યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેક વિશે સંશોધન કરવામાં આવ્યુ હતુ, આ અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું હતું કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં છેલ્લા 10 વર્ષમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો નોંધાયો છે. આરોગ્ય નિષ્ણાતોના મતે 65 વર્ષની ઉંમર બાદ પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે, જ્યારે મહિલાઓને 72 વર્ષની ઉંમર બાદ હાર્ટ એટેકનું જોખમ રહે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે શા માટે લોકો નાની ઉંમરમાં હાર્ટએટેકના શિકાર બની રહ્યા છે.

2 / 5
નિષ્ણાતોનું માનીએ તો અગાઉ નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે થતાં મૃત્યુના કેસો ખૂબ ઓછા હતા, જોકે તાજેતરના વર્ષોમાં તેમાં વધારો થયો છે. સામાન્ય રીતે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં હાર્ટ એટેક થવાની શક્યતા વધારે છે. ઉપરાંત જે લોકોને હાર્ટની બિમારી હોય તેવા લોકોને વધારે જોખમ રહે છે.

3 / 5
અમેરિકન હાર્ટ એશોસિએશનના જણાવ્યા અનુસાર ઘણી ખરાબ આદતોને કારણે લોકો નાની ઉંમરમાં હાર્ટએટેકના શિકાર બને છે. ધુમ્રપાનએ હાર્ટ એટેકનું સૌથી મોટું જોખમી પરિબળ છે. ધુમ્રપાન કરનારાઓને અન્ય લોકો કરતા હાર્ટ એટેકની શક્યતા આઠ ગણી વધારે હોય છે. આ ઉપરાંત યુવાનોમાં તણાવ અને હતાશાને કારણે પણ હાર્ટએટેકનો ભોગ બનતા હોય છે.

4 / 5
હાઈ બ્લડ પ્રેશર, હાઈપરકોલેસ્ટરોલેમિયા અને મેદસ્વીપણાની સમસ્યાઓ નાની ઉંમરે હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે.

5 / 5
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાર્ટ એટેકના જોખમને ઓળખીને તેને રોકી શકાય છે અને જરૂર જણાય તો આ બાબતે તાત્કાલિક કાર્ડિયોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે.

Published On - 4:34 pm, Fri, 3 September 21

Next Photo Gallery