
ઉપરાંત જે વ્યક્તિના શરીરમાંથી લેક્ટિક એસિડ કેમિકલ વધુ બહાર આવે છે, તેમને મચ્છર વધુ કરડે છે.

વૈજ્ઞાનિક પરીક્ષણો પરથી એવું જાણવા મળ્યું છે કે જે લોકો O બ્લડ ગ્રુપ ધરાવે છે તેઓને પણ મચ્છર વધુ કરડે છે.

એટલું જ નહીં, વ્યક્તિની શારીરિક એક્ટિવિટી જોઈને પણ મચ્છરો મનુષ્યોને કરડવા માટે આકર્ષાય છે. તેમજ મેદસ્વી અથવા શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા લોકોને મચ્છર વધુ કરડે છે.