કોરોના જ્ઞાનશાળા: બાળકો પર કેમ છે કોરોનાની ત્રીજી લહેરનું વધુ જોખમ? શું રાખવી સાવધાની?

|

Sep 07, 2021 | 2:52 PM

ત્રીજી લહેરની સંભાવના સાથે જ કહેવામાં આવ્યું હતું કે આ લહેર બાળકો પર જોખમી નીવળી શકે છે. આ બાબતે સવાલ હતો કે કેમ ત્રીજી લહેર બાળકો માટે જોખમી છે. ચાલો જાણીએ જવાબ.

કોરોના જ્ઞાનશાળા: બાળકો પર કેમ છે કોરોનાની ત્રીજી લહેરનું વધુ જોખમ? શું રાખવી સાવધાની?
Why are children at greater risk of a third wave of corona?

Follow us on

કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી દરરોજ દેશભરમાં 45 હજારના આસપાસ નવા કેસ આવે છે. આ વચ્ચે મોટી ચિંતા બાળકોને લઈને છે. ઘણા રાજ્યોમાં સ્કૂલ ખોલવામાં આવી છે. પરંતુ બીજી તરફ બાળકોને કોરોના થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. એક તરફ પુખ્તવયના લોકોને વેક્સિન મળી રહી છે ત્યારે બાળકોના રક્ષણ માટે વેક્સિન હજુ આવી નથી.

ત્રીજી લહેરની સંભાવના સાથે જ કહેવામાં આવ્યું હતું કે આ લહેર બાળકો પર જોખમી નીવળી શકે છે. આ બાબતે ઘણા સવાલો હતા કે કેમ ત્રીજી લહેર બાળકો પર જોખમી રહેશે. તો આ બાબતે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિડીયો સ્વરૂપે સવાલનો જવાબ રજુ કરવામાં આવ્યો છે. ચાલો આજે આપણે જાણીએ એ કે,

બાળકો પર કેમ કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધુ છે? અને શું રાખવી સાવધાની?

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ પ્રશ્નનો જવાબ વિડીયોમાં ડો.પ્રવીણ કુમાર આપી રહ્યા છે. જેઓ નવી દિલ્હીમાં બાળરોગ વિભાગ, લેડી હાર્ડીન્જ મેડિકલ કોલેજ અને સંલગ્ન કલાવતી સરન ચિલ્ડ્રન્સ હોસ્પિટલના ડિરેક્ટર – પ્રોફેસર છે. તેઓ કહે છે, ‘કોરોનાનું ઇન્ફેકશન વધુ હશે કે ગંભીર હશે તેનો આધાર તેના મ્યુટન્ટ પર આધાર રાખે છે. હમણાં કોઈને ખ્યાલ નથી કે થર્ડ વેવ જો આવે છે તો તેનો વાયરસ નવા મ્યુટન્ટ સાથે આવશે કે નહીં. પરંતુ થર્ડ વેવ બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે તેની સંભાવના વધુ છે કારણ કે હજુ બાળકોને વેક્સિન લાગી નથી. બાળકોની વેક્સિન આવવાની છે પરંતુ હજુ આવી નથી.’

ડોક્ટર આગળ કહે છે કે ‘થર્ડ વેવ પહેલા જો બાળકોનું વેક્સિનેશન થઇ જાય છે તો તેમને વધુ રક્ષણ મળશે. પરંતુ આ વાત થર્ડ વેવ ક્યારે આવે છે અને એ પહેલા આપણે બાળકોને સંપૂર્ણ રીતે વેક્સિન આપી શકીએ છીએ કે નહીં તે વાત પર આધાર રાખશે. બીજી લહેરના સર્વે અનુસાર બાળકો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે. તેથી થર્ડ વેવમાં બાળકોને જોખમ વધુ છે કેમ કે તેમને વેક્સિન નથી મળી.’

આ સાથે ડોક્ટર સલાહ આપે છે કે, ‘જેવી વેક્સિન આવે છે બાળકો માટે, તો પોતપોતાના બાળકોને વેક્સિન અપાવે.’ ડોકટરે જણાવ્યા પ્રમાણે બાળકોની વેક્સિન આવ્યા બાદ તેને અપાવવામાં બેદરકારી ના રાખવી જોઈએ. આ સાથે જ બાળકો માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કોરોના ગાઈડલાઈન વિશે સમજી શકે એવા બાળકોને સમજાવવું જોઈએ. આ ઉપરાંત નાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી બનશે.

 

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: કઈ ઉંમરના બાળકોમાં કોરોનાના કયા લક્ષણો જોવા મળે છે?

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે કોરોના? જાણો તમારા આ સવાલનો સચોટ જવાબ

Published On - 2:50 pm, Tue, 7 September 21

Next Article