Heath Tips: ચણા (Chickpeas) સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચણા પ્રોટીનનો (Protein) સારો સ્રોત માનવામાં આવે છે. ઘણા લોકોને ફક્ત શેકેલા ચણા સ્વાદ માટે જ ખાવાનું ગમે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ચણા માત્ર સ્વાદથી જ નહીં આરોગ્યની રીતે પણ ખૂબ ફાયદાકારક (Health Benefits) છે. શેકેલા ચણામાં (Roasted Chickpeas) કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જેથી તેનો ઉપયોગ તંદુરસ્ત નાસ્તા તરીકે પણ થઈ શકે.
શેકેલા ચણામાં વિટામિનની સાથે કાર્બોહાઈડ્રેટ, ભેજ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. શેકેલા ચણામાં સારી માત્રામાં ફાઈબર પણ હોય છે. તેમાં પ્રોટીન અને આયર્ન પણ ભરપુર હોય છે. જેના લીધે, તેને ખાવાથી ત્વરિત ઉર્જા મળે છે. સવારે શેકેલા ચણાનું સેવન કરવાથી શરીરને ઘણા આરોગ્ય લાભ થાય છે. લોહીની ઉણપ ધરાવતા લોકોએ શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ. તેની મદદથી, એનિમિયાની ઉણપને દૂર કરી શકાય છે. આટલું જ નહીં, તે ઇમ્યુનિટી માટે પણ સારા માનવામાં આવે છે. તો ચાલો આજે તમને શેકેલા ચણા ખાવાના ફાયદાઓ વિશે જણાવીએ.
શેકેલા ચણા ખાવાના ફાયદા
1. ઇમ્યુનિટી
શેકેલા ચણામાં ઘણા વિટામિન અને ખનિજો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. પાચનતંત્રને ચણા દ્વારા મજબૂત બનાવી શકાય છે, એટલું જ નહીં, તે ઇમ્યુનિટીને મજબૂત કરવામાં પણ મદદ કરી શકે છે.
2. બ્લડ સુગર
શેકેલા ચણા ખાવા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શેકેલા ચણા ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. રોજ તેનું સેવન કરવાથી સુગરની સમસ્યા દૂર થઈ શકે છે.
3. ઉર્જા
શેકેલા ચણામાં વિટામિનની સાથે કાર્બોહાઈડ્રેટ, ભેજ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. શેકેલા ચણામાં સારી માત્રામાં ફાઈબર પણ હોય છે. તેમાં પ્રોટીન અને આયર્ન પણ ભરપુર હોય છે. તેને ખાવાથી શરીરમાં ઉર્જા રહે છે. એનર્જીના અભાવને દૂર કરવા માટે, તમે આહારમાં શેકેલા દાણાને સમાવી શકો છો.
4. એનિમિયા
એનિમિયાના દર્દીઓ માટે ચણાનું સેવન ખૂબ ફાયદાકારક છે. જે લોકોને એનિમિયા હોય છે તેઓએ શેકેલા ચણાનો આહારમાં સમાવેશ કરવો જોઇએ. ચણાના સેવનથી એનિમિયાની ઉણપને દૂર કરી શકાય છે.
5. હાડકાં મજબૂત બનાવવા
હાડકાં મજબૂત બનાવવા માટે શેકેલા ચણા અચુકથી ખાવા. કેમ કે કેલ્શિયમ દૂધ અને દહીં સમાન વિરામિન્સ ચણામાં જોવા મળે છે, તેથી કેલ્શિયમ હાડકાં માટે સારું માનવામાં આવે છે. ચણા ખાવાથી હાડકા નબળા થવાથી બચી શકાય છે.
આ પણ વાંચો: Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,091 કેસ નોંધાયા, રિકવરી રેટ 98.25 ટકા
આ પણ વાંચો: Ayurveda: આમળા છે અતિગુણકારી, આમળાના જ્યુસના ફાયદા જાણીને રહી જશો દંગ
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)