દરેક વ્યક્તિ બોલિવૂડ સેલેબ્સની ફિટનેસ અને સુંદરતાથી પ્રભાવિત થાય છે અને વિચારે છે કે કાશ હું પણ તેના જેવી કે જેવો હોત. પરંતુ સારી ત્વચા અને માવજત પાછળ, માત્ર મોંઘા ઉત્પાદનો જ કામ નથી કરતા, પણ તેમની દિનચર્યાઓ પણ તેનું એક કારણ છે. ગયા વર્ષે અનુષ્કા શર્માએ ઈન્સ્ટા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે પોતાના દિવસની શરૂઆત ઓઈલ પુલિંગથી કરે છે.
ઓઈલ પુલિંગને ગંડુશા અથવા કવલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓઈલ પુલિંગએ તમારી મૌખિક સ્વચ્છતા માટે જ નહીં પણ તમારી ત્વચા માટે પણ સારું છે. માત્ર અનુષ્કા જ નહીં પણ ફિટનેસ ફ્રીક શિલ્પા શેટ્ટીએ પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે દરરોજ 7 થી 10 મિનિટ માટે પ્રેસ્ડ નાળિયેર તેલથી ઓઈલ પુલિંગ કરે છે. ચાલો જાણીએ ઓઈલ પુલિંગ વિશે.
વર્ષો જૂની આયુર્વેદિક પદ્ધતિ
ઓઈલ પુલિંગએ એક આયુર્વેદિક પદ્ધતિ છે. જેમાં શરીરની સમસ્યાઓ દૂર કરવા માટે વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તલનું તેલ, સૂર્યમુખી તેલ અને નાળિયેર તેલનો ઉપયોગ આમાં થાય છે. આ બધા તેલ મિક્ષ કરી અને કોગળા કરવામાં આવે છે અને બાદમાં બ્રશ કરીને મોઢું સાફ કરવામાં આવે છે.
શું છે રીત?
સવારે ખાલી પેટ પર ઓઈલ પુલિંગ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમય દરમિયાન મિસ્ક ઓઈલને મોઢામાં ભરીને તેને આજુબાજુ ફેરવાય છે. લગભગ પાંચથી દસ મિનિટ સુધી મોઢામાં તેલ રાખ્યા બાદ તેને થૂંકી દો. ધ્યાન રાખો કે ભરેલું તેલ ગળી ન જવાય. નાળિયેર તેલ સિવાય, તમે ઓઈલ પુલિંગ માટે તલનું તેલ, સૂર્યમુખી તેલ અને ઓલિવ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
જાણો ફાયદા
ઓઈલ પુલિંગ કરવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા અને જંતુઓ સારી રીતે સાફ થઈ જાય છે. જો તેને નિયમિત કરવામાં આવે તો મોઢાની દુર્ગંધ, પોલાણની સમસ્યા, સોજા, દાંતનો દુખાવો, માથાનો દુખાવો અને ત્વચાને મોઈશ્ચરાઈઝ (Moisturize) કરવામાં મદદ કરે છે. આ સાથે બેક્ટેરિયા તમારા પેટમાં પ્રવેશતા અટકાવે છે, જેના કારણે પેટની સમસ્યાઓ ઓછી થાય છે.
આ પણ વાંચો: Health : આયુર્વેદ અનુસાર કેવી હોવી જોઈએ તમારી સવાર, જાણો આ છે કામની વાત
આ પણ વાંચો: Health Tips : ઘૂંટણ અને પીઠનો દુખાવો દૂર કરવા અપનાવો આ ખોરાક, અને પછી જુઓ ફાયદા!
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)