
સ્વસ્થ રહેવા માટે શરીરમાં હોર્મોનલ (hormonal imbalance)ને સંતુલિત કરવા ખુબ જરુરી છે. હોર્મોનમાં ગડબડ થવાથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. કમજોરીથી લઈ તણાવ સુધી મહિલાઓ નાની-મોટી હેલ્થ સમસ્યાનો સામનો કરે છે પરંતુ આ હોર્મોનલ અસંતુલનના લક્ષણો હોઈ શકે છે. જો કે પીરિયડ્સના શરુઆતના તબક્કામાં અથવા મેનોપોઝ અને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલન જોવા મળે છે, પરંતુ આજની બગડેલી લાઈફસ્ટાઈલમાં આ સમસ્યા ઘણી જોવા મળે છે. હોર્મોનલ સંતુલન જાળવવા માટે, દિનચર્યા અને આહારમાં કેટલાક ફેરફારો કરી શકાય છે.
જો હોર્મોન અસંતુલિત થઈ જાય ધ્યાન ન આપવામાં આવે તો ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જેના માટે શરીરમાં થવા બદલાવ પર ધ્યાન આપવું જોઈએ. તો ચાલો જાણીએ કે, હોર્મોન અસંતુલિત થવાનું કારણ શું હોઈ શકે.
શરીરમાં હાજર એન્ડોક્રાઈન સિસ્ટમથી (જે ગ્રંથીઓનો એક સમુહ હોય છે) હોર્મોનનું ઉત્પાદન અને સ્ત્રાવ હોય છે. હોર્મોન એક પ્રકારનું રસાયણ હોય છે. જે શરીરના અલગ અલગ ભાગમાં જઈ એક સંદેશાવાહક તરીકે કામ કરે છે. જ્યારે હોર્મોનની માત્ર ઘટી જાય કે વધી જાય તો આ હોર્મોનલમાં ગડબડ થાય છે.આને hormonal imbalance કહેવામાં આવે છે. જેની અસર શરીર પર અનેક સમસ્યાઓના રૂપમાં જોવા મળે છે.
મહિલાઓમાં હોર્મોન અસંતુલિત થવા પર પીરિયડ્સ સાઈકલ અનિયમિત થવી. અચાનક વજન વધવું કે પછી પીઠના નીચેના ભાગમાં દુખાવો થવો, સ્કિન પ્રોબ્લેમ, વાળ ખરવા, કમજોરી અને કબજીયાતની સમસ્યાઓ ઉંઘ ઓછી આવવી જેવા લક્ષણો જોવા મળે છે.
ખરાબ ખાણીપીણી પણ હોર્મોન ગડબડ થવાનું એક કારણ છે. વધારે શુગર, મેંદાથી બનેલી વસ્તુઓ, પ્રોસ્ટેડ ફુડ , આલ્કોહોલનું વધારે પડતું સેવન અને સ્મોકિંગ જેવી વસ્તુઓનું સેવન કરવાથી હોર્મોન પર ખરાબ અસર પડે છે.
કોઈ પણ બીમારીથી પીડત હોય તે સ્ટેરોઇડ દવાઓનું સતત સેવન કરે છે.તો આવી પરિસ્થિતિઓમાં હોર્મોન અસંતુલિત થવાની સંભાવના વધુ રહે છે.
સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનનું કારણ સ્ટ્રેસ પણ હોઈ શકે છે. હોર્મોન્સને સંતુલિત રાખવા માટે સ્ટ્રેસથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતો સ્ટ્રેસ લે છે, ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું ઉત્પાદન વધવા લાગે છે, જેનાથી ઊંઘ ન આવવા અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.