યુવાન ચેહરો તો દરેક લોકો ઈચ્છે છે પરંતુ ઉંમર વધતા જ આપણા સ્વાસ્થની સાથે ત્વચા પર તેની અસર જોવા મળે છે.અને એક ઉંમર પછી, ચહેરા પર કરચલીઓ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે, જો કે, તંદુરસ્ત દિનચર્યા અને યોગ્ય ખાનપાનથી આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે અને એક ઉંમર પછી પણ ત્વચા યુવાન દેખાય છે. નિયમિત કસરત અને સંતુલિત આહાર સ્વસ્થ રહેવામાં મદદરૂપ થાય છે અને તેની અસરથી ત્વચા અંદરથી ગ્લો આવે છે.
આ માટે તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરી શકાય છે, જેના કારણે વધતી ઉંમરની અસરને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. યુવાન અને સુંદર ચેહરો બનાવવા માટે જરુરી છે કે, તમારી બોડીને અંદરથી પોષણ મળે. તેના માટે તમારે એક ઉંમર બાદ ન્યુટ્રિશનથી ભરપુર કેટલાક ફુડ તમારી ડાયટમાં સમાલે કરવા જોઈએ, આ ફુડ કોલેજોનના ઉત્પાદનમાં મદદ કરે છે. જેનાથી તમારી ત્વચામાં ફ્લૈક્સિબિલિટી બની રહે છે.
ત્વચામાં કોલેજન વધારવા માટે, નારંગી જેવા વિટામિન સી સમૃદ્ધ ફળોનો સમાવેશ કરો,જેનાથી તમારી ત્વચા અંદરથી હેલ્ધી રહેશે. આ સાથે તમારા સ્વાસ્થને પણ અનેક ફાયદાઓ મળશે.
લીલા શાકભાજી પણ કોલેજનના ઉત્પાદનમાં હેલ્પફુલ સાબિત થઈ શકે છે. કારણ કે, તેમાં ભરપુર માત્રામાં ન્યુટ્રિશન હોય છે. પાંદડાવાળા શાકભાજી આયરનનો સારો સોર્સ હોય છે. જે હીમોગ્લોબિનના ઉત્પાદનમાં વધારો કરે છે.
આલ્કોહોલ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન તમારા સ્વાસ્થ્ય તેમજ ત્વચા માટે હાનિકારક છે. તેથી ધૂમ્રપાનથી શક્ય તેટલું અંતર જાળવવું જોઈએ. સમયાંતરે સ્વાસ્થ્ય તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી દિનચર્યામાં વર્કઆઉટ અથવા યોગ માટે થોડો સમય કાઢવાનું રાખો. આ સાથે તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો, આ માટે તમે ધ્યાનની મદદ લઈ શકો છો.