Health Tips : ચોમાસામાં છીંક અને ખાંસીને અલવિદા કહેવા માટે આ 5 ઘરેલું ઉપાયો અજમાવો

|

Aug 11, 2021 | 8:00 AM

ચોમાસાની ઋતુ જેટલી ગરમીમાંથી સુખદ રાહત લાવે છે, તેટલી જ ભયાનક બીમારીઓ પણ લાવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ધાતક બની શકે છે.

Health Tips : ચોમાસામાં છીંક અને ખાંસીને અલવિદા કહેવા માટે આ 5 ઘરેલું ઉપાયો અજમાવો
ચોમાસામાં છીંક અને ખાંસીને અલવિદા કહેવા માટે આ 5 ઘરેલું ઉપાયો અજમાવો

Follow us on

Health Tips : ચોમાસાની ઋતુ (Monsoon season)માં અનેક બીમારીઓનો પણ સામનો કરવો પડે છે જે તમારા સ્વાસ્થ્ય (Health) માટે જોખમી બની શકે છે. તેથી, જ્યારે વાયુ પ્રદૂષણનું સ્તર ઉચું હોય છે, વરસાદ પડી રહ્યો છે અને રોગપ્રતિકારક શક્તિ ઘટે ત્યારે તમારા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરોને કેવી રીતે અટકાવવી તે જાણવું જરૂરી છે.

તેથી ઉધરસ (Cough)અને છીંક (Sneeze)જેવા નાના લક્ષણોથી દૂર રહેવા માટે તમારી જાતને તૈયાર કરવા માટે કે જે ચોમાસા દરમિયાન કોવિડ -19 (Covid-19) નું ઘાતક સ્વરૂપ લઈ શકે છે, આ ઘરેલું ઉપાયો અજમાવો. આ ટિપ્સ અનુસરવા માટે સરળ છે અને તમારા ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે.

તમે જે પણ બનાવી રહ્યા છો તેમાં આદુના ટુકડા નાખો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આદુ (Ginger)માં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણધર્મો હોય છે જે ઉબકા અને અને દુખાવામાં રાહત આપે છે. તે નાક (Nose)સાફ કરવામાં અને ઉધરસ મટાડવા માટે મદદ કરે છે.

હૂંફાળું પાણી પીવું

એક ચમચી આદુ, જીરું, વરિયાળી અને કોથમીરનું પાણી ઉકાળીને ઓફિસ (Office) અને શાળાએ લઈ જઈ દિવસભર પીવું જોઈએ.

તુલસીના પાન ખાઓ

તુલસી એક પ્રાચીન આયુર્વેદિક ઓષધિ છે જે રોગોને દૂર કરે છે. આ છોડના પાંદડાઓમાં જાદુઈ ઉપચાર ગુણધર્મો છે. તેથી દરરોજ ત્રણથી ચાર તુલસી (Tulsi)ના પાનને ખાવા જોઈએ, અથવા મધ સાથે પેસ્ટ બનાવી અને ઉધરસ અને છીંકથી રાહત માટે તેનું સેવન કરી શકાય છે.

હળદર મદદ કરે છે

હળદર આપણા રોજિંદા વપરાશમાં જોવા મળતા સૌથી વધુ ઉપયોગ થનારા મસાલાઓમાંનો એક છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે તેથી તમે મધ સાથે અડધી ચમચી હળદર(Turmeric) મિક્સ કરી અને દિવસમાં બે વખત તેનું સેવન કરી શકો છો.

લીમડાના પાનનું સેવન કરો

ઉધરસ અને છીંક જેવી સમસ્યાઓ માટે લીમડો ફરી એક શ્રેષ્ઠ ઓષધિ છે. દરરોજ સવારે ખાલી પેટ 5-6 લીમડાના પાન ચાવો. લીમડો (Neem)હાનિકારક પ્રદૂષકોને શોષવામાં ખૂબ જ સારો છે. આ પદ્ધતિઓ અપનાવીને તમે આ સિઝનમાં શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓને સરળતાથી અલવિદા કહી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : Lifestyle Habits : જાણો જીવનશૈલીની 5 આદતો, જે ધૂમ્રપાન જેટલી ખતરનાક સાબિત થઈ શકે છે

Published On - 7:40 am, Wed, 11 August 21

Next Article