International Women’s Day 2022: ‘સુપર વુમન’ને સ્વસ્થ રાખવા માટે તમે તેને આ ફિટનેસ ગેજેટ્સ આપી શકો છો ભેટમાં

|

Mar 08, 2022 | 2:50 PM

આજના સમયમાં સ્ત્રી પરિવારની જવાબદારી નિભાવવાની સાથે તમામ ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આવી સ્થિતિમાં સુપર વુમનની ખાસ કાળજી લેવા માટે, તમે આજે મહિલા દિવસે તેના ફિટનેસ ગેજેટ્સ ગિફ્ટ કરી શકો છો.

International Women’s Day 2022: સુપર વુમનને સ્વસ્થ રાખવા માટે તમે તેને આ ફિટનેસ ગેજેટ્સ આપી શકો છો ભેટમાં
Fitness gadgets

Follow us on

કહેવાય છે કે જ્યારે તમે પુરુષને શિક્ષિત કરો છો ત્યારે માત્ર પુરુષ જ શિક્ષિત થાય છે, પરંતુ જો સ્ત્રી શિક્ષિત હોય તો આખી પેઢી શિક્ષિત થાય છે. તે સ્ત્રીની શક્તિ છે જે તેના પ્રેમ અને આદરથી ઈંટોના નિર્જીવ મકાનને ઘર બનાવી દે છે. પોતાના તમામ સપનાઓને બલિદાન આપીને સંપૂર્ણ સમર્પણ સાથે, સ્ત્રી આજના સમયમાં ન માત્ર તમામ જવાબદારીઓને સારી રીતે નિભાવી રહી છે, પરંતુ આજે તે દરેક ક્ષેત્રમાં પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. ત્યારે મહિલાઓ (Woman)ના સામાજિક ઉત્થાનને પ્રોત્સાહન આપવા અને તેમને તેમના અધિકારો વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 (International Women’s Day 2022) ઉજવવામાં આવે છે. દર વખતે મહિલા દિવસની થીમ અલગ હોય છે. વર્ષ 2022માં મહિલા દિવસની થીમ ‘જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો’ રાખવામાં આવી છે.

તમારા જીવનની સુપર વુમનને સતત પ્રગતિ કરતી રાખવા માટે, તેનું સ્વસ્થ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં જાણો કેટલાક એવા ફિટનેસ ગેજેટ્સ વિશે, જે તમારા ઘરની મહિલાઓની ફિટનેસ જાળવવામાં ખાસ ભૂમિકા ભજવી શકે છે.

સ્માર્ટ દોરડું

અનાદિ કાળથી દોરડા કૂદવા એ ફિટનેસ જાળવવાનો એક માર્ગ છે. પરંતુ સમયની સાથે સાથે વસ્તુઓ પણ આધુનિક બની છે. તમે તમારા પરિવારની સુપર વુમનને એક સ્માર્ટ દોરડું ભેટમાં આપી શકો છો. તમે સ્માર્ટ રોપથી દોરડા તો કૂદી જ શકાય છે, સાથે તે તમામ ફિટનેસ ડેટા પણ આપે છે. તેમાં વર્કઆઉટનો ડેટા પણ સ્ટોર કરી શકાય છે. ફિટનેસ દોરડુ તમારા સ્માર્ટ ફોન સાથે અટેચ પણ થઈ જાય છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સ્માર્ટ એક્સરસાઈઝ સાઈકલ

સાયકલ ચલાવવી એ પણ ખૂબ જ સારી કસરત માનવામાં આવે છે. તમે વુમન્સ ડે પર એક સ્માર્ટ એક્સરસાઇઝ સાઇકલ ગિફ્ટ કરી શકો છો. તેનાથી મહિલાઓ તેમના જૂના દિવસો પણ યાદ રાખી શકશે અને તેની ઘણી કસરત પણ થશે.

ટ્રેડમિલ

જો તમારું બજેટ સારું છે તો તમે ફિટનેસના સંદર્ભમાં ટ્રેડમિલ ગિફ્ટ કરી શકો છો. પરંતુ ટ્રેડમિલ વધુ જગ્યા લે છે. ત્યારે વિકલ્પ તરીકે આજકાલ બજારમાં પોર્ટેબલ ટ્રેડમિલ્સ મળે છે. તેને સરળતાથી વાપરી શકાય છે અને ઘરે પણ રાખી શકાય છે. તેની કિંમત પણ બહુ વધારે નથી.

સ્માર્ટ વૉચ

દૈનિક વર્કઆઉટ અને સ્ટેપ કાઉન્ટ પર નજર રાખવા માટે સ્માર્ટ વોચ શ્રેષ્ઠ છે. મહિલા દિવસના અવસર પર તમે સુપર વુમનને સ્માર્ટ ઘડિયાળ ભેટમાં આપી શકો છો. તે સ્માર્ટ ફોન સાથે અટેચ હોય છે અને તમને તમારા ફિટનેસ ધ્યેયો વિશે જણાવે છે. હાર્ટ રેટ પરથી સ્ટેપ કાઉન્ટ અને ઓક્સિજન લેવલ પણ જાણી શકાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો- બીમારીની હવાઃ રાજ્યના શહેરોની હવામાં 308 પ્રકારના કાર્બનિક પ્રદૂષકો, ગંભીર પ્રકારે કરે છે બીમાર

આ પણ વાંચો- Health Care: મેથી અને કલોંજીનાં ઘણાં સ્વાસ્થ્ય લાભો છે, તેનું આ રીતે સેવન કરો

Next Article