
શિયાળામા બજારમા અવનવા લીલા શાકભાજી જોવા મળે છે શિયાળામા લીલા શાકભાજી તાજા અને વ્યાજબી દરે મળતી હોય છે. ઠંડીમા લીલા શાકભાજી ખાવાથી શરીર માટે લાભકારક સાબિત થાય છે. શિયાળામા મળતા લીલા વટાણા વ્યક્તિને હ્રદયથી લઈને કિડની સુધી અને બ્લડ પ્રેશરને નિયંત્રણ કરે છે. ડાયાબિટીસના દર્દી માટે લીલા વટાણા ખૂબ જ લાભકારક સાબિત થાય છે સાથે જ જે વ્યક્તિને વજન ઘટાડવા માંગતા હોય તેના માટે પણ લીલા વટાણા ફાયદાકારક છે.
લીલા વટાણામા આયર્ન, ઝિંક, મેંગેનીઝ અને કોપર હોય છે જે શરીર માટે ખૂબ જ લાભકારક છે. જે શરીરમા પુરતા પ્રમાણમા એંટી-ઓક્સીડેંટ જોવા મળે છે. જે ઈમ્યૂનિટીને મજબૂત કરે છે જેને બિમારીઓ સામે લડવામા મદદ રુપ થાય છે. વટાણામાં રહેલ લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા તત્વો હોવાના કારણે તે આંખોની રોશની વધારે છે.
લીલા વટાણામા ફાયબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. જેના કારણે તે પાચનતંત્રને સારુ રાખવામા મદદ કરે છે. જેમા પ્રોટીન પણ સારી માત્રામા હોય છે જેના કારણે તે શુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખવામા મદદ રુપ થાય છે.
લીલા વટાણા માત્ર સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તે સુંદરતા માટે પણ મહત્વપૂર્ણ છે. એક મેકઓવર આર્ટિસ્ટના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ લીલા વટાણાને પીસીને ચહેરા પર લગાવવામાં આવે તો તે સ્ક્રબ તરીકે કામ કે છે. લીલા વટાણા ત્વચાને સાફ કરે છે અને ચહેરા પર ગ્લો લાવે છે.
લીલા વટાણામાં Palmitoylethanolamide (PEA) નામનુ તત્વ જોવા મળે છે. યુરોપ અને અમેરિકામાં તાજેતરના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે palmitoylethanolamide (PEA) અલ્ઝાઈમર સામે લડવામાં મદદ કરે છે. વટાણામાં જોવા મળતું સેલેનિયમ સંધિવા, સાંધાનો દુખાવો અને સોજો ઘટાડે છે.
વટાણામાં વિટામીન-A અને E ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણને આ બંને વિટામિન ત્વચા માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. શિયાળામાં ઠંડીના કારણે ફાટેલા હોઠ અને એડીની સમસ્યા સામાન્ય હોય છે અને તે ખૂબ જ દર્દનાક હોય છે. આવી સ્થિતિમાં લીલા વટાણા ખાવાથી ફાયદો થાય છે.
ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો