કોરોનાના કારણે બાળકોમાં ઘટી રહી છે ફિઝિકલ એક્ટિવિટી, થઈ શકે છે આ સમસ્યાઓ

|

Jun 08, 2021 | 11:56 AM

બાળકો વધારે સમય સુધી ટીવી, મોબાઇલ અથવા તો કોમ્પ્યુટરનો યુઝ કરે છે, તેમનામાં ઓબેસિટી વધવાનો ખતરો ખુબ છે. જાણો આ સમસ્યાના શું છે ઉપાય.

કોરોનાના કારણે બાળકોમાં ઘટી રહી છે ફિઝિકલ એક્ટિવિટી, થઈ શકે છે આ સમસ્યાઓ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

દેશમાં કોરોના ના કેસ ભલે ઓછા થઈ ગયા હોય પરંતુ કે કોરોનાનો ખતરો હજી ટળ્યો નથી. કોરોના પ્રતિબંધોને કારણે બાળકોમાં શારીરિક એક્ટિવિટી સતત ઘટી રહી છે. બાળકો સતત મોબાઈલ કે લેપટોપ સામે જોવા મળતા હોય છે.

જાડાં બાળકોમાં ડાયાબિટીસ, હૃદયરોગ, અસ્થમા, ઊંઘ સંબંધિત બીમારીઓનો ખતરો વધારે હોય છે. જોકે ઇન્ટરનેશનલ જનરલ ઓફ ઓબેસિટીમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો દિવસમાં બે વાર પણ ભોજનમાં શાકભાજી અને ફળોનું સેવન કરવામાં આવે તો ઓબીસીટીના ખતરાને 25 ટકા ઓછો કરી શકાય છે

આ સાથે જ અમેરિકાની સંસ્થા સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અનુસાર 6 થી 17 વર્ષના બાળકોએ રોજ અડધાથી એક કલાક સુધી મધ્યમથી સાધારણ શારીરિક ગતિવિધિઓમાં સામેલ થવું જોઈએ. સમતોલન ખાણીપીણી અને ઘરની અંદર પણ બાળકોને ફિઝિકલ ઍક્ટિવિટી કરાવવી જોઈએ. જેથી તેઓ ફીટ રહી શકે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉંમર પ્રમાણે ડાયટ કેટલી રાખશો ?

ત્રણ વર્ષના બાળકને લગભગ 1000 લઈને 1400 અને 9 થી 13 વર્ષના કિશોરોને લગભગ 1400 થી 1800 કેલેરીની જરૂર પડે છે. તેમના ભોજનમાં આ ચાર વસ્તુ જરૂર સામેલ કરો.

1). ફળ અને શાકભાજી. જેનાથી તેમને વિટામિન ફાઈબર અને જરૂરી મિનરલ્સ મળશે.

2). મિક્સ નટ્સ. જેનાથી તેમને કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો મળશે

3). અનાજ

4). ડેરી પ્રોડક્ટ. ખાસ ધ્યાન રાખવું કે બાળકો જે ખાય તે પ્રમાણે શારીરિક એક્ટિવિટી પણ કરે.

Screen time ઘટાડો

હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અનુસાર બાળકોમાં ઓબેસિટી વધવાનું એક કારણ તેમનું સ્ક્રીન એક્સપોઝર પણ છે. જે બાળકો વધારે સમય સુધી ટીવી, મોબાઇલ અથવા તો કોમ્પ્યુટરનો યુઝ કરે છે, તેમનામાં ઓબેસિટી વધવાનો ખતરો ખુબ છે. એટલું જ નહીં લાંબા સમય સુધી ટીવી સામે બેસવાની સાથે તેઓ વધારે નાસ્તાનું સેવન કરતા હોય છે. જેનાથી high sugar અને high fat ની સમસ્યાઓ જન્મે છે. જે ઓબેસિટીની પરિસ્થિતિ માટે સૌથી વધારે જવાબદાર છે.

સારી આદતોની શરૂઆત તમારાથી કરો

બાળકોમાં સારી આદત શીખવાડવા માટે જરૂરી છે કે પેરેન્ટ્સ પોતે પણ તેમની સાથે ભાગીદાર બને. સંશોધનમાં એ જોવા મળ્યું છે કે માતા-પિતા જો ખાણીપીણીની સારી આદત અને ફિટનેસ માટે જાગૃતતા બતાવશે, તો તેનાથી બાળકો પણ તે સરળતાથી શીખશે. તે જ રીતે માતા-પિતાની ખરાબ આદતો હશે તો બાળકો પણ અપનાવે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: PM એ કરી ફ્રી વેક્સિનની ઘોષણા, તો Kangana Ranaut ને થઈ દેશની ચિંતા, જાણો શું કરી અપીલ

આ પણ વાંચો: અમેરિકાએ 20 વર્ષ સુધી વિચાર કર્યા બાદ આ ખતરનાક રોગની દવાને આપી મંજૂરી, જાણો આ અસાધ્ય રોગ વિશે

Published On - 10:47 am, Tue, 8 June 21

Next Article