શું તમે જાણો છો કે તમારા હાડકાં(bones ) જીવંત પેશી છે, જે સતત પોતાની જાતને આકાર આપે છે? હાડકાંનું સ્વાસ્થ્ય (Health) કંઈક આવું છે અને આરોગ્ય નિષ્ણાતો (Experts )કહે છે કે આપણા શરીરની રચના દર પાંચથી 10 વર્ષે પોતાની જાતને ફરીથી આકાર આપે છે. આપણાં હાડકાં હંમેશા બદલાતા રહેતા હોવાથી જેમ જેમ ઉંમર થાય તેમ તેમ તેની કાળજી લેવી જરૂરી બની જાય છે. તમે હાડકામાં થતા ફેરફારો અને વૃદ્ધત્વને રોકી શકતા નથી, પરંતુ તમે તેને ધીમું કરી શકો છો. કેવી રીતે? ચાલો જાણીએ.
તમે સવારે નાસ્તામાં દહીંનો ઉપયોગ કરી શકો છો. સવારના નાસ્તામાં દહીંના બાઉલ પર ઓટ્સ જેવા આખા અનાજ અને અખરોટ તમારા શરીરને જરૂરી કેલ્શિયમ, એમિનો એસિડ અને મેગ્નેશિયમ પ્રદાન કરે છે. આ નાસ્તો તમને સવારે પેટ ભરી રાખવામાં મદદ કરે છે પણ તમને વધુ પડતું ખાવામાં અને તમારા ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.
દહીંની સાથે ઓટ્સ અને અખરોટનું સેવન કરવાથી તમારા હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને તમારા હાડકાંને સ્વસ્થ રહેવા માટે સૌથી મહત્ત્વની બાબત એ કેલ્શિયમ છે, જે દહીંમાં જોવા મળે છે. આ સિવાય તમે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ, સોયા ઉત્પાદનો અને કેલ્શિયમથી ભરપૂર નારંગીનો રસ પી શકો છો.
હાડકાં ઘણા ખનિજોથી બનેલા હોય છે, જેમાંથી એક સૌથી મહત્ત્વનું કેલ્શિયમ છે કારણ કે આપણા હાડકાં તેમાં કેલ્શિયમનો સંગ્રહ કરવા માટે અનન્ય છે. જો શરીરમાં આ ખનિજની ઉણપ હોય તો હાડકાં પોતાનું કેલ્શિયમ ખેંચવા લાગે છે, જેના કારણે હાડકાં નબળાં અને નાજુક થઈ જાય છે.
સવારની શરૂઆત ઓછી ખાંડવાળા દહીં એટલે કે ગ્રીક દહીંથી કરો, જે તમને દિવસની શરૂઆતમાં કેલ્શિયમની તંદુરસ્ત વૃદ્ધિ આપશે. કેલ્શિયમની સાથે તમારે પ્રોટીન અને મેગ્નેશિયમની પણ પૂરતી માત્રા લેવાની જરૂર છે, જે વૃદ્ધાવસ્થામાં પણ તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
નિષ્ણાતો કહે છે કે પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાથી આખા અનાજ તમારા નાસ્તામાં તંદુરસ્તી આપવામાં અને તમારા હાડકાંને જરૂરી પોષણ પ્રદાન કરવામાં મદદ કરે છે. ખરેખર પ્રોટીનમાં હાજર આવશ્યક એમિનો એસિડ તમારા હાડકાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આટલું જ નહીં, આખા અનાજમાં પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ અને અન્ય જરૂરી મિનરલ્સ હોય છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. સવારે દહીં પર નટ્સ, બટર અને આખા અનાજ તમારા દિવસની શરૂઆત કરવામાં મદદ કરવા માટે પૂરતા છે અને તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો