Healthy Foods: આ ફૂડ્સ તમને લીવરની દરેક બીમારીથી બચાવશે, તમારા ડાયટમાં સામેલ કરો આ ફુડ

Healthy Liver:આખા શરીરને સારી રીતે કાર્યરત રાખવા માટે લીવરને સ્વસ્થ રાખવું જરૂરી છે. આવી સ્થિતિમાં તમારે તમારી લાઈફ સ્ટાઈલ અને ખાવાની આદતોમાં બદલાવ લાવવો જોઈએ. ચાલો જાણીએ કયો ખોરાક લીવરને સ્વસ્થ રાખે છે.

Healthy Foods: આ ફૂડ્સ તમને લીવરની દરેક બીમારીથી બચાવશે, તમારા ડાયટમાં સામેલ કરો આ ફુડ
| Edited By: | Updated on: Aug 26, 2023 | 9:41 AM

Food For Liver:કિડની, હૃદય અને મગજની જેમ લીવર (Liver) પણ આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાં ગણવામાં આવે છે. લીવર શરીરમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે જવાબદાર છે જેમ કે ડિટોક્સિફિકેશન, મેટાબોલિઝમ અને પોષણ સંગ્રહ. જો લીવર સ્વસ્થ હશે તો આપણા શરીરની કામગીરી પણ સારી રહેશે.

જો કે છેલ્લા કેટલાક સમયથી ફેટી લીવરની સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે બાળકોથી લઈને વડીલો સુધી લીવરને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે. જો કે, અહીં અમે તમને એવા ખોરાક વિશે જણાવીશું જે તમારા લીવરના સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરશે.

આ પણ વાંચો : Health : પહેલીવાર દોડવાનું શરૂ કરવા જઈ રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો નહીં તો થશે નુકસાન

લીલા પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજી લીવરને સ્વસ્થ રાખે છે. પાલક અને પાંદડાવાળા શાકભાજીમાં ક્લોરોફિલ ભરપૂર માત્રામાં હોય છે, જે ઝેરી તત્વોને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે અને લીવરના કાર્યને વેગ આપે છે. આ સિવાય લીલા શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે, જેના કારણે આપણું લીવર ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને ટાળે છે.

માછલી

કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે ચરબીયુક્ત માછલી પણ લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સૅલ્મોન અને સારડીનમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ઓમેગા 3 ની ગણતરી હેલ્ધી ફેટી એસિડ્સમાં થાય છે. તેઓ લીવરના રોગોને દૂર રાખે છે.

નટ્સ અને બીજ

જો તમે હેલ્ધી લીવર ઈચ્છો છો તો તમારા ડાયટમાં બદામ અને બીજનો સમાવેશ કરો. બદામ, અળસીના બીજ અને અખરોટમાં વિટામિન ઇ સાથે ઓમેગા 3 ફેટી એસિડ્સ જોવા મળે છે. તેઓ લીવરને સ્વસ્થ રાખવા માટે સપોર્ટ કરે છે.

લસણ

લસણની નાની કળીઓ પણ લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સલ્ફર સંયોજનો છે, જે લીવર એન્ઝાઇમને સક્રિય કરે છે. જેના કારણે લીવરમાંથી ટોક્સિન સરળતાથી દૂર થઈ જાય છે.

બ્રોકોલી

બ્રોકોલીમાં એવા સંયોજનો હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ શાકભાજીમાં હાજર ગ્લુકોસિનોલેટ્સ હાનિકારક ઘટકોને તોડવામાં અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

 

Published On - 9:41 am, Sat, 26 August 23