
સિટ્રોનેલા ઘાસ- મચ્છરોને દૂર રાખવા માટે સિટ્રોનેલા ઘાસ ઉપાયોગી છે. આ ઘાસમાંથી કાઢવામાં આવેલા સિટ્રોનેલા તેલનો ઉપયોગ હર્બલ ઉત્પાદનો જેમ કે મીણબત્તીઓ, અત્તર, દીવા વગેરેમાં થાય છે. મહત્વનું છે કે સિટ્રોનેલા ઘાસ મચ્છરોને તમારાથી દૂર રાખવામાં મદદ કરે છે.

મેરીગોલ્ડ ફૂલો- પીળા રંગના મેરીગોલ્ડ ફૂલો તમારી બાલ્કનીની સુંદરતામાં વધારો કરે છે પણ તેની સુગંધને કારણે માખીઓ અને મચ્છરોને ઘરથી દૂર રાખે છે. બહુ ઓછા લોકો જાણે છે કે મેરીગોલ્ડ પ્લાન્ટ બે પ્રકારના હોય છે આફ્રિકન અને ફ્રેન્ચ. આ બંને છોડથી મચ્છર દુર ભાગે છે.

તુલસી- તમારા સ્વાસ્થ્યથી લઈને મચ્છરોને દૂર કરવા સુધી તુલસી ખૂબ ફાયદાકારક છે. મચ્છરોને ઘરથી દૂર રાખવા માટે એક તુલસીનો છોડ જરૂર વાવો.

લેવેંડર- લેવેંડર પ્લાન્ટને મચ્છરોનો દુશ્મન માનવામાં આવે છે. બજારમાં મળતી હાનિકારક મોસ્કિટો રિપ્લીયન્ટ ત્વચા અને આરોગ્યને નુકસાન પહોંચાડે છે. પરંતુ મચ્છરોને પોતાનાથી દૂર રાખવા માટે આ પ્લાન્ટનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

રોઝમેરી- રોઝમેરીના ફૂલ વાદળી રંગના હોય છે. મેરીગોલ્ડ અને લવંડરની જેમ તે પણ મચ્છરોને દુર ભગાવવા માટે ઉપયોગી છે.
Published On - 2:42 pm, Wed, 1 September 21