
તુલસી અને મરીનો ઉકાળો : તુલસીના પાન અને મરીનો ભૂકો ઉકાળીને પીવાથી દાંતનો દુઃખાવો, શરદી ઉધરસ, માથાનો દુઃખાવો, શ્વાસની તકલીફ વગેરે તકલીફો દૂર કરે છે.

વરિયાળી અને ખડી સાકરનો ઉકાળો : વરિયાળી અને ખડી સાકર ઉકાળી તેને ઠંડો કરીને માટીના વાસણમાં રાખીને પીવાથી એસિડિટી અને ગરમીથી થતાં રોગોમાં ઉપયોગી સાબિત થાય છે.

અરડૂસીનો ઉકાળો : અરડૂસીનાં પાનનો રસ પાણીમાં નાખી ઉકાળો પીવાથી કફ અને ઉધરસની તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ હોય કે ટીબી ન્યુમોનિયા જેવી ગંભીર બીમારી દરમિયાન દવા સાથે આપી શકાય છે.