Sugarcane Juice: ગરમીમાં સુપર એનર્જી ડ્રિંક શેરડીનો રસ, પાચનથી લઈને કમળા સુધીની સમસ્યાઓ માટે ફાયદાકારક

|

Apr 19, 2023 | 8:00 AM

Sugarcane Juice Benefits: ઉનાળામાં શેરડીનો રસ (Sugarcane Juice) આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે અને આપણા શરીરને દૈનિક ધોરણે જરૂરી તત્વોથી ભરપૂર છે. આવો જાણીએ શેરડીના રસનું સેવન કરવાથી થતા લાભો વિશે.

Sugarcane Juice: ગરમીમાં સુપર એનર્જી ડ્રિંક શેરડીનો રસ, પાચનથી લઈને કમળા સુધીની સમસ્યાઓ માટે ફાયદાકારક
Sugarcane Juice Benefits

Follow us on

ઉનાળામાં શેરડીના રસનું સેવન કરવાથી તમે રિફ્રેશ થાવો છો અને તેનાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા થઈ શકે છે. આ જ્યૂસ તમને ઝડપી એનર્જી આપે છે અને ગરમીની આડ અસરને ઓછી કરવામાં પણ મદદ કરે છે. આ વીડિયોમાં ડો.બિમલ છાજેરે શેરડીના રસનું સેવન ઘણી રીતે ફાયદાકારક છે તે જણાવ્યું છે. પાચનક્રિયાને યોગ્ય રાખવાથી લઈને કમળા જેવી સમસ્યાઓ ઘટાડવા માટે તેના સેવનની ભલામણ કરે છે.

આ વીડિયોમાં ડોક્ટરનું કહેવું છે કે ઉનાળામાં શેરડીનો રસ આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે. તેમાં પાણીનું પ્રમાણ હોય છે, જે તમને ડિહાઈડ્રેશનથી બચાવે છે. આ સિવાય તેમાં રહેલું ફાઈબર પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આ રીતે જોતાં શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આપણા શરીરને દૈનિક ધોરણે જરૂરી તત્વોથી ભરપૂર છે. આવો જાણીએ શેરડીના રસનું સેવન કરવાથી થતા લાભો વિશે.

શેરડીનો રસ છે એનર્જી બૂસ્ટર

શેરડીનો રસ તમને ડિહાઇડ્રેશનની સમસ્યાથી તો બચાવે છે પણ સાથે સાથે એક એનર્જી બૂસ્ટર પણ છે. તે તમારા શરીરનું તાપમાન ઘટાડીને શરીરને ઠંડક આપે છે, તેમજ શરીરને એનર્જી આપે છે. ગરમીને કારણે શરીરમાંથી ગાયબ થતી એનર્જી મેળવવાનો આ શ્રેષ્ઠ ઉપાય હોઈ શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વજન ઘટાડવામાં મદદરૂપ છે શેરડીનો રસ

શેરડીનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. આવામાં તમને વધુ ખાવાની ઈચ્છા થતી નથી, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. શેરડીનો રસ તમારા પેટને સાફ કરે છે અને મેટાબોલિઝમને પણ વેગ આપે છે જે યોગ્ય વજન જાળવવા માટે જરૂરી છે.

પાચન અને લીવર માટે ફાયદાકારક

શેરડીના રસનું સેવન તમારા પાચનને યોગ્ય રીતે જાળવવામાં મદદરૂપ છે. તેમાં હાજર ફાઈબરની માત્રા પેટને સ્વસ્થ રાખવાની સાથે કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. શેરડીના રસમાં હાજર પોટેશિયમ પેટમાં પીએચ સ્તરને સંતુલિત કરે છે અને પાચન રસના સ્ત્રાવને વધારે છે. પેટના ચેપને રોકવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે. શેરડીનો રસ પીવાથી યુરિનને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

આ પણ વાંચો : Summer Tips: લુ અને ડિહાઈડ્રેશનથી બચાવી શકે છે આ નાની-નાની આદત, આજથી જ કરો અમલ

કમળાની સમસ્યા માટે ફાયદાકારક

શેરડીનો રસ કમળાના લક્ષણોને ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે લીવરને મજબૂત બનાવે છે અને હોર્મોનલ સંતુલનને પ્રોત્સાહન આપે છે, જે કમળાના ઉપચારમાં મદદ કરી શકે છે. શેરડીના રસમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ લીવરને ઈન્ફેક્શનથી બચાવે છે. જે કમળાની સમસ્યામાં રાહત આપે છે. આ સિવાય શેરડીનો રસ પીવાથી હાડકાં મજબૂત થાય છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

 tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ

 બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..

Next Article