Skin Care: જોઈએ છે એકદમ સુંદર અને ગ્લો કરતી ત્વચા? તો અપનાવો વહેલી સવારની આ આદતો

|

Dec 01, 2021 | 7:09 AM

અત્યારના સમયમાં સૌને સારી ત્વચા જોઈએ છે. પરંતુ તેના માટેની કાળજી લેવાનો સમય કોઈ પાસે નથી. ચાલો આજે અમે તમને જણાવીએ કેવી રીતે કેટલીક આદતો ત્વચા માટે ફાયદાકારક છે.

Skin Care: જોઈએ છે એકદમ સુંદર અને ગ્લો કરતી ત્વચા? તો અપનાવો વહેલી સવારની આ આદતો
Skin Care (File Image)

Follow us on

આપણી વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણે આપણી ત્વચા (Skin) તરફ ધ્યાન આપતા નથી. આની સાથે પ્રદુષણની અસર આપણી ત્વચા પર પણ પડે છે. આ સમય એવો છે કે સૌને સુંદર અને ગ્લો કરતી ત્વચા (Skin Care) જોઈએ છે. દરેકની ઇચ્છા છે કે તેમની ત્વચા સારી રહે. પરંતુ આ માટે કેટલીક મહેનત પણ જરૂરી છે. તમારે તમારી કેટલીક આદતોમાં સુધારો કરવો પડશે અને કેટલીક સારી ટેવો અપનાવવી પડશે.

ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે વહેલી સવારની (Morning Health) કેટલી આદતો તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ તમારી ત્વચા માટે પણ કેટલી સારી છે.

વહેલી સવારે પાણી પીવું

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

જો તમને ચમકતી (Glowing) અને સ્વસ્થ ત્વચા જોઈએ છે, તો પછી રોજ સવારે ઉઠો અને ખાલી પેટ એક ગ્લાસ પાણી પીવો. આ આદાત તમારા શરીરમાંથી ટોક્સીન (Toxin) દૂર કરે છે અને તમારી ત્વચાને કુદરતી ગ્લો આપે છે. ખરેખર સ્વસ્થ અને ચમકતી ત્વચા મેળવવા માટે, માત્ર સવારે જ નહીં પરંતુ દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવો.

પરસેવો પાડવો, મહેનત કરવી

તંદુરસ્તી અને ગ્લો મેળવવા માટે ક્યારેય તમારા વર્કઆઉટને (Workout) અવગણો નહીં. દરરોજ લગભગ 30 થી 45 મિનિટ વર્કઆઉટ કરો. વ્યાયામ કરવાથી તમારા લોહીનું પરિભ્રમણ વધે છે અને તેનાથી તમારા ધબકારાની ગતિ વધે છે. તે તમને ચમકતી અને સ્વસ્થ ત્વચા આપે છે. તેમજ ત્વચામાં કોલેજનના ઉત્પાદનમાં સુધારો લાવે છે.

ક્લીંજિંગ, ટોનીંગ અને મોઇશ્ચરાઇઝિંગ

જો તમે સ્કિનકેર પ્રોડક્ટ્સનો વધારે ઉપયોગ કરતા નથી, તો તમારે સ્કિનકેરના મૂળભૂત રૂટિનને અનુસરવો જોઈએ. તમારે ક્લીંજિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ રૂટીનનું પાલન કરવું જોઈએ. આ ત્રણ પગલા લેવામાં થોડી મિનિટો લેશે, પરંતુ તે તમારી ત્વચામાં ઘણો ફેરફાર લાવશે. તમારી ત્વચાના પ્રકાર અનુસાર ક્લીંઝર ખરીદો. ત્વચા પર ટોનર લગાવવા માટે કોટનનો ઉપયોગ કરો. ક્લીંઝર દ્વારા જામી ગયેલી ઝીણી ગંદકી બહાર નીકળી જાય છે. આ સાથે તમારી ત્વચા થોડા સમય માટે ગ્લો થવા લાગશે.

આ સાથે, અઠવાડિયામાં બે વાર ત્વચાને એક્સ્ફોલિયેટ કરવાનું ભૂલશો નહીં. આ સિવાય તડકામાં નિકળતાં પહેલાં એસપીએફ સાથે સનસ્ક્રીન લગાવો.

 

આ પણ વાંચો: Home Remedies: પેટ ખરાબ થતું હોય તો અજમાવો આ 5 ઘરગથ્થુ ઉપાય, તરત જ મળશે રાહત

આ પણ વાંચો: Spinach Juice Benefits: પાલકનો રસ અનેક રોગો સામે આપે છે રક્ષણ, જાણો તેના ફાયદા

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article