તમારા ટોયલેટમાં કીડીઓ જોવા મળી રહી છે ? આ બીમારીના હોઇ શકે છે સંકેત

|

Oct 17, 2024 | 10:05 AM

કોઇપણ વ્યક્તિના ઘરમાં ઘણીવાર બાથરૂમમાં કીડીઓ જોવા મળે તો એ  ઘરની વ્યક્તિની બીમારીનો સંકેત આપે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે બાથરૂમમાં કીડીઓ અન્ય કારણોસર પણ દેખાઈ શકે છે. જેમ કે જો કીડીઓ બાથરૂમમાં કોઈ જંતુ જુએ છે,  અથવા જો સિંક, ટબ કે શાવરનું પાણી યોગ્ય રીતે ન નીકળતું હોય તો પણ કીડીઓ પણ દેખાઈ શકે છે.

તમારા ટોયલેટમાં કીડીઓ જોવા મળી રહી છે ? આ બીમારીના હોઇ શકે છે સંકેત

Follow us on

કોઇપણ વ્યક્તિના ઘરમાં ઘણીવાર બાથરૂમમાં કીડીઓ જોવા મળે તો એ  ઘરની વ્યક્તિની બીમારીનો સંકેત આપે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે બાથરૂમમાં કીડીઓ અન્ય કારણોસર પણ દેખાઈ શકે છે. જેમ કે જો કીડીઓ બાથરૂમમાં કોઈ જંતુ જુએ છે,  અથવા જો સિંક, ટબ કે શાવરનું પાણી યોગ્ય રીતે ન નીકળતું હોય તો પણ કીડીઓ પણ દેખાઈ શકે છે. બાથરૂમમાં ટૂથપેસ્ટ નાખવામાં આવે તો પણ તમને કીડીઓ આવી શકે છે. શૌચાલયના ટીપાં, શાવરમાં મોલ્ડ, અને ત્વચાના મૃત કોષો અથવા ખરતા વાળ પણ કીડીઓનું કારણ બની શકે છે.

જો કે અમે જણાવી રહ્યા છે તે બાબતમાં બાથરૂમમાં કીડીઓ આવવા પાછળનું કારણ ઘણીવાર ડાયાબિટીસ સાથે જોડાયેલું હોય છે. જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ હોય છે, ત્યારે વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર બને છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સ્વાદુપિંડમાંથી નીકળતા પ્રવાહીને ઈન્સ્યુલિન કહેવામાં આવે છે. તેનું મુખ્ય કાર્ય લોહીમાં સુગર લેવલ ઘટાડવાનું છે. ડાયાબિટીસ સંપૂર્ણપણે જીવનશૈલી અને આહાર સાથે સંબંધિત રોગ છે. જો ખાવાની આદતોમાં કોઈ ગરબડ હોય તો ડાયાબિટીસ થઈ શકે છે. આટલું જ નહીં લીવરની સમસ્યા અને થાઈરોઈડને કારણે પણ ડાયાબિટીસ થઈ શકે છે. જો તમે ડાયાબિટીસના શિકાર બનો છો, તો શરૂઆતના લક્ષણો શરીર પર ઘણી રીતે દેખાય છે.

આજનું રાશિફળ તારીખ : 17-10-2024
લોરેન્સ બિશ્નોઈના દુશ્મનોનું લિસ્ટ, જુઓ યાદીમાં કોના નામ ?
લીંબુ ખાવાના પણ નિયમ ! રસોડાની આ ભૂલ તમારા સ્વાસ્થ્ય પર કરશે મોટી અસર, જાણો
આ 5 કારણોથી સવારે ઉઠતાંની સાથે જ પીવું જોઈએ એક ગ્લાસ પાણી
સચિનની લાડલી સારા તેંડુલકરે શેર કરી પોતાના બર્થડે સેલિબ્રેશનની મુમેન્ટ્સ, જુઓ Video
આદુનો જાદુ ! શરદી ઉધરસ 15 મિનિટમાં થશે ગાયબ, જુઓ Video

ડાયાબિટીસના લક્ષણો

ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જેમ કે વારંવાર પેશાબ થવો, ભૂખ લાગવી, ટોયલેટમાં કીડીઓ મળવી, આ બધા લક્ષણો સૂચવે છે કે તમે ડાયાબિટીસના શિકાર બન્યા છો. આ સિવાય વજન વધવું, નબળાઈ આવવી, ઘા રૂઝાવવામાં સમય લાગવો એ ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે.

ડાયાબિટીસ હંમેશા કીડીઓનું કારણ નથી. જો તમે ખાતરી કરવા માંગતા હોવ કે તમને ડાયાબિટીસ છે કે નહીં, તો તમારે પહેલા બ્લડ ટેસ્ટ કરાવવો પડશે. કારણ કે આ રોગ સામાન્ય જીવનશૈલી સંબંધિત રોગ છે પરંતુ જો તે વધે તો તે વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે.

ડાયાબિટીસથી તમારી જાતને કેવી રીતે બચાવવી

  • જો તમારે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો હોય તો સૌથી પહેલા તમારે તમારા આહારને નિયંત્રણમાં રાખવો પડશે. મર્યાદામાં ખાંડ ખાઓ. દવા પણ સમયસર લો.
  • જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે ઈજા થવાનું ટાળવું જોઈએ. કારણ કે ડાયાબિટીસમાં ઇજાઓ ઝડપથી રૂઝાતી નથી. નખ કાપતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો.
  • ડાયાબિટીસના દર્દીએ કસરત કરવી જ જોઈએ. તેથી, સવારે શક્ય તેટલું ચાલવું, જોગ કરવું અને દોડવું. તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
Next Article