લો બોલો….લીલા ભીંડા કરતા વધારે પોષ્ટિક હોય છે લાલ ભીંડા, જાણો શું છે તેના ફાયદા

|

Jun 05, 2022 | 12:34 PM

આપણે રોજબરોજના જીવનમાં ભોજનમાં અનેક શાકભાજી (vegetable) ખાતા હોયે છે. શાકભાજીની ઘણી જાતો છે જે આપણને આશ્ચર્યમાં મુકી દે છે, આવી જ એક વિવિધતાથી ભરપૂર શાકભાજી છે લાલ ભીંડા (Red ladyfinger).

1 / 5
આપણે રોજબરોજના જીવનમાં ભોજનમાં અનેક શાકભાજી ખાતા હોયે છે.શાકભાજીની ઘણી જાતો છે જે આપણને આશ્ચર્યમાં મુકી દે છે, આવી જ એક વિવિધતાથી ભરપૂર શાકભાજી છે લાલ ભીંડા.તેને 'કાશી લાલીમા ભીંડા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભીંડા થોડા વર્ષો પહેલા ભારતીય શાકભાજી સંસ્થાન, વારાણસી દ્વારા વિકસાવવામાં આવ્યાં હતા. તેને વિકસિત કરનારા વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમાં સામાન્ય ભીંડા કરતાં વધુ પોષક તત્વો હોય છે.

2 / 5
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જે રીતે ભીંડાનો રંગ કલોરોફિલને કારણે લીલો હોય છે, તેવી જ રીતે આ ભીંડાનો રંગ એન્થોકયાનિન નામના પિગમેન્ટને કારણે લાલ હોય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે લાલ રંગના ભીંડા લીલા ભીંડા કરતાં વધુ પોષક છે.

3 / 5
આ લાલ ભીંડાને વિકસિત કરનારા વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોનું કહેવું છે કે આ કાશી લાલિમા ભીંડામાં વધારે 
એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે. એક રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોને તેને તૈયાર કરવામાં લગભગ 23 વર્ષનો સમય લાગ્યો છે. વૈજ્ઞાનિકોએ 1995-96થી લાલ ભીંડા ઉગાડવાનો પ્રયાસ કરતાં હતાં.

આ લાલ ભીંડાને વિકસિત કરનારા વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોનું કહેવું છે કે આ કાશી લાલિમા ભીંડામાં વધારે એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે. એક રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોને તેને તૈયાર કરવામાં લગભગ 23 વર્ષનો સમય લાગ્યો છે. વૈજ્ઞાનિકોએ 1995-96થી લાલ ભીંડા ઉગાડવાનો પ્રયાસ કરતાં હતાં.

4 / 5
આ લાલ ભીંડામાં લીલા ભીંડા કરતા વધારે પોષકતત્વો હોય છે. જેની કિંમત 100 થી 500 રુપિયા પ્રતિકિલોની વચ્ચે હોય છે.હવે આ લાલ ભીંડાના બીજ પણ મળતા હોવાથી તેને દેશના બીજા રાજ્યોમાં પણ ઊગાડવામાં આવે છે. યુપી, ગુજરાત,છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લાલ ભીંડાની ખેતી થાય છે.

5 / 5
વૈજ્ઞાનિકો મુજબ, લાલ ભીંડાની ખેતી લીલા ભીંડાની ખેતીની જેમ જ કરવામાં આવે છે. દેશના અનેક ખેડુતો આ લાલ ભીંડાની ખેતી કરી રહ્યાં છે. અને 100-500 રુપિયાનો નફો મેળવી રહ્યાં છે.

Next Photo Gallery