Health Tips : લાલ, સફેદ, કાળા અને બ્રાઉન ચોખા, આરોગ્ય માટે ક્યાં ચોખા છે યોગ્ય, જાણો

|

Aug 09, 2021 | 4:08 PM

ચોખા એક સામાન્ય ખોરાક છે જે દરેકના ઘરમાં બને છે. તેમાં કેલરીની માત્રા વધુ હોય છે. એટલા માટે આરોગ્ય પ્રત્યો વધુ ધ્યાન આપતા લોકો તેમના ડાયટમાં સફેદને બદલે અન્ય ચોખાનું સેવન કરે છે. ચાલો જાણીએ કે, કયા ચોખા સ્વાસ્થ્ય માટે વધુ સારા છે.

Health Tips : લાલ, સફેદ, કાળા અને બ્રાઉન ચોખા, આરોગ્ય માટે ક્યાં ચોખા છે યોગ્ય, જાણો
આરોગ્ય માટે ક્યાં ચોખા યોગ્ય છે

Follow us on

Health Tips :આજકાલ લોકો સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન છે. ખાસ કરીને જેઓ વજન ઘટાડવા માંગે છે અથવા ડાયાબિટીસના દર્દી છે. ચોખા આપણા બધાના ઘરમાં બને છે. આપણે ચોખાની સાથે વિવિધ પ્રકારની વાનગીઓ પણ ટ્રાય શકીએ છીએ.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય (Health) પ્રત્યે સભાન લોકોએ સફેદને બદલે બ્રાઉન અને અન્ય જાતોના ચોખા ખાવાનું શરૂ કર્યું છે. લાલ, બ્રાઉન, સફેદ અને કાળા ચોખા (rice)બજારમાં ઉપલબ્ધ છે. તેમનો રંગ પોષક તત્વો પર આધાર રાખે છે. ચાલો જાણીએ કે, કેટલા પ્રકારના ચોખા હોય છે અને તેના ફાયદા શું છે.

સફેદ ચોખા

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

સફેદ ચોખા (White rice)મોટે ભાગે આપણા બધાના ઘરોમાં બને છે. બજારમાં ઉપલબ્ધ ચોખાની તમામ જાતોમાંથી, સફેદ ચોખા સૌથી વધુ પ્રોસેસ્ડ હોય છે. જેમાંથી ભૂસું, અને અંકુરોને દુર કરવામાં આવે છે.

જેના કારણે ચોખા ઝડપથી બગડતા નથી. પરંતુ વધુ પ્રોસેસિંગ કરવાના કારણે પોષક તત્વો ઘટી જાય છે. તેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, પ્રોટીન, થાઇમીન, વિટામીન (Vitamin) હોય છે. આ સિવાય સફેદ ચોખામાં ફાઇબર (Fiber)નું પ્રમાણ ઓછું હોય છે. તેમાં સારી માત્રામાં કેલ્શિયમ અને ફોલેટ હોય છે.

બ્રાઉન ચોખા

બ્રાઉન ચોખા (Brown rice)માં ભૂસું અને અંકુર હોય છે, તેમાંથી ફક્ત ભૂસું દૂર કરવામાં આવે છે. જે સફેદ ચોખા કરતાં વધુ પૌષ્ટિક હોય છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સ છે જે તમને સ્વસ્થ  (Healthy)અને રોગમુક્ત રાખે છે. બ્રાઉન રાઈસમાં સફેદ ચોખા જેટલી જ કેલરી અને કાર્બોહાઈડ્રેટ (Carbohydrates)હોય છે. જો કે, તેમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધારે છે. જે શુગર અને ઇન્સ્યુલિન જાળવવાનું કામ કરે છે.

લાલ ચોખા

લાલ ચોખા (Red rice)માં એન્થોકયાનિન નામનું એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે ચોખાને લાલ રંગ આપવાનું કામ કરે છે. તેમાં સારી માત્રામાં આયર્ન હોય છે જે બળતરા અને બ્લડ પ્રેશર (Blood pressure)ને નિયંત્રણમાં રાખે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ ચોખા ફાયદાકારક છે કારણ કે, તેને પચવામાં સમય લાગે છે.

તેને ખાવાથી ઝડપથી ભૂખ લાગતી નથી અને પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેમાં ફાઇબર, પ્રોટીન સહિત અનેક પોષક તત્વો હોય છે. તે તમારા શરીરમાં કેન્સરના કોષોને રોકવામાં મદદ કરે છે. આ સિવાય તે હૃદય અને ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓ માટે ફાયદાકારક છે.

કાળા ચોખા

કાળા ચોખા (Black rice)ને જાંબલી ચોખા પણ કહેવામાં આવે છે. તેના ભૂસામાં હાજર રહેલા ફાઈટોકેમિકલ્સને કારણે રંગ કાળો હોય છે. ચોખાની આ વિવિધતા પ્રોટીન, ફાઇબર, વિટામિન ઇ (Vitamin E)અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપુર હોય છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, કાળા ચોખા તમામ પ્રકારના એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર છે અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે.

એન્ટીઓકિસડન્ટો મુક્ત રેડિકલનું નુકસાનને ઘટાડે છે, જેના કારણે ગંભીર રોગોનું જોખમ ઓછું રહે છે. કાળા ચોખા વજન ઘટાડવામાં અને શુગરનું લેવલ જાળવવામાં મદદ કરે છે.

ક્યાં ચોખા વધુ ફાયદાકારક છે

આ બધામાંથી, લાલ, બ્રાઉન, કાળા ચોખા હેલ્ધી વિકલ્પ છે. જેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્થી ભરપુર હોય છે. સફેદ ચોખા વધુ પ્રોસેસ કરવામાં આવે છે, જેના કારણે પોષક તત્વો ઓછા હોય છે. તમે કોઈપણ ચોખા નિયમિત ખાઓ છો. કારણ કે, ચોખામાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે અને તેથી વધારે માત્રામાં ખાવા સ્વાસ્થ્ય (Health) માટે ફાયદાકારક નથી.

આ પણ વાંચો : Health Tips : નખને મજબુત રાખવા માટે અજમાવો આ સરળ ઉપાયો, લાંબા સમય સુધી ચમકતા રહેશે

Next Article