Ahmedabad: રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. પિત્તાશયના રોગો મોટાભાગે યુવાનોમાં થાય છે જેમ કે છાતી, પેટ, ગળામાં બળતરા, લોહીની એસિડિટી, હાર્ટ એટેક, ખાટા ઓડકાર, આંખોમાં બળતરા વગેરે પિત્તાશયના રોગો છે. આવો, અમે તમને પિત્તના રોગોથી બચવા માટેની સરળ અને આયુર્વેદિક પદ્ધતિ જણાવીએ છીએ, જે વાગભટ્ટજીએ સાડા ત્રણસો વર્ષ પહેલા તેમના પુસ્તકમાં લખી હતી.
આખી જીંદગી પિત્તની સમસ્યાથી રાહત મેળવવા માટે ગાયનું ઘી ખાવુ જોઈએ, જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે, તેમણે કહ્યું છે કે પિત્તને સંતુલિત રાખવા દેશી ગાયનું શુદ્ધ ઘી ખાઓ, વાગભટ્ટજીએ દેશી ગાયના ઘીના અનેક ફાયદા જણાવ્યા છે, ગાયના ઘીની તેમણે સેંકડો વાતો કહી છે, ગાયના ઘીમાં પણ આપણે ભારતની દેશી ગાયનું ઘી ખાવાનું કહેવામાં આવ્યું છે, જર્સી ગાયનું ઘી ખાવું જોઈએ નહીં.
ભેંસનું ઘી માત્ર એક જ કેટેગરીના લોકોએ ખાવું જોઈએ, જેઓ કુસ્તી કરે છે, જેઓ પહેલવાની કરે છે, જેઓ દંડ બેઠકો કરે છે, રાજીવ દીક્ષિતે જણાવ્યું કહ્યું છે કે આ કેટેગરીના લોકોએ ગાયનું ઘી ક્યારેય ખાવું જોઈએ નહીં કારણ કે તેમને ભેંસના ઘીથી ફાયદો થશે, તેઓએ ફક્ત ભેંસનું ઘી ખાવું જોઈએ, જો તેઓ ગાયનું ઘી ખાય તો તેમની તબિયત ખરાબ થઈ જશે. જે લોકો ગૃહસ્થ જીવન જીવે છે, એટલે કે જેઓ કુસ્તી નથી કરતા, તેઓએ પિત્તાશયના રોગોથી બચવું હોય તો જ ગાયનું ઘી ખાવું જોઈએ.
બીજી વસ્તુ જે તેમણે કહ્યું તે છે ત્રિફળા મુળ આમળા, હરડ અને બહેડા ત્રણ વસ્તુઓનું મિશ્રણ છે જે પિત્ત, વાત અને કફના રોગો માટે ઉપયોગી છે, પરંતુ આ ત્રણેય ત્યારે જ ઉપયોગી થશે જ્યારે આ ત્રણ ફળોને 1:2:3ની માત્રામાં હશે તો જ તે ઉપયોગી થશે. આ વસ્તુંનો ઉપયોગ સવારમાં કરવામાં આવે તો શરીર માટે સારૂ ઉપયોગી રહેશે, જો રાત્રીમાં લેશો તો તે આયુર્વેદિક દવાના રૂપમાં કામ કરશે.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો