Ahmedabad: રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. આજકાલ જોવામાં આવ્યું છે કે લોકો સમય બચાવવા માટે સવારના નાસ્તામાં બ્રેડ અથવા ડબલ બ્રેડનો ઉપયોગ કરે છે, પરંતુ બ્રેડ ખાવાના ઘણા ગેરફાયદા છે.
બ્રેડ અથવા ડબલ બ્રેડ માત્ર આજથી જ નહીં પરંતુ વિશ્વભરમાં ઘણા વર્ષોથી ખવાય છે. તમે જ્યાં જુઓ ત્યાં બ્રેડ ઘરમાં સવારના નાસ્તામાં કે પિઝાના બેઝ તરીકે કે બર્ગરમાં ખાવામાં આવે છે અને લોકો તેને ખૂબ ઉત્સાહથી ખાય છે. જો સવારે નાસ્તો કરવાનો સમય ન હોય તો ફ્રિજમાંથી બ્રેડ કાઢીને તેના પર બટર કે જામ લગાવીને ખાય છે. બ્રેડ ગમે તે સ્વરૂપમાં ખવાય છે તે તમારા હૃદય અને દિમાગને એક યા બીજી રીતે નુકસાન પહોંચાડી શકે છે.
બ્રેડ કોઈપણ રંગ, આકાર અથવા કદની હોઈ શકે છે, તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં ન તો કોઈ પ્રોટીન અને વિટામિન્સ હોય છે કે ન ફાઈબર. સફેદ બ્રેડ બ્રાઉન બ્રેડ કરતાં વધુ ઘાતક છે. સફેદ બ્રેડમાં ઘણું કાર્બોહાઇડ્રેટ, સોડિયમ અને ગ્લુટેન ભેળવવામાં આવે છે, જે ઘણા રોગોનું કારણ બને છે. તમારે કોઈપણ પ્રકારની બ્રેડ ન ખાવી જોઈએ.
યુરોપ અને અમેરિકામાં મજબૂરીના કારણે ખાય છે, લોકોના ઘરોમાં સવારમાં મોટા ભાગે બ્રેડનો ઉપયોગ થાય છે, ભારતમાં પણ અમેરિકા અને યુરોપ જેમ બ્રેડ સવારમાં ખાવામાં આવે છે. બ્રેડની જગ્યાએ ઈડલી સાંભાર, હલવો બનાવીને ખાઈ શકાય છે, હલવો એટલો પોષ્ટીક છે કે કોઈ વ્યક્તિ 1 કલાક પહેલા ઓપરેશન કરીને આવ્યો હોયો તો તેને તમે રોટલી, દાળ, ભાત ઓછામાં ઓછા 15 દિવસ સુધી ખવડાવી શકતા નથી, પણ જેને ઓપરેશન પૂર્ણ કરીને આવ્યો હોય તેને જ્યારે હોશમાં આવે ત્યારે તમે તેને દેશી ગાયના ઘીનો શીરો ખવડાવી શકો છો, જે તેને ખુબ મદદ રૂપ થાય છે.
હલવાથી વધારે કોઈ ડીશ નથી જે 5 મીનિટમાં બની શકે, ધીમે ધીમે સવારમાં હલવો ગાયબ થઈ રહ્યો છે અને તેની જગ્યા ડબલ રોટી અને પાવ લઈ રહ્યા છે. સવારના નાસ્તામાં પણ નુડલ્સ ખાવામાં આવે છે. સવારનો નાસ્તો જ સૌથી મજબૂત હોવો જોઈએ, તેમાં જ આપણે પાવની આઈટમ ખવડાવી રહ્યા છીએ. મેંદો સડાવીને પાઉ અને બ્રેડ બનાવવામાં આવે છે અને જ્યારે તે તમારા પેટમાં જાય છે ત્યારે તમારા શરીરમાં કબજીયાતની સમસ્યા થાય છે. કબજીયાતના કારણે 103 પ્રકારની બીમારી થાય છે. સવારમાં બ્રેડ અને બિસ્કીટ ખાવાથી શરીરને ભારે નુકસાન થાય છે અને રોગોનું મુળ ત્યાથી શરૂથાય છે.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો