શિયાળાની ઋતુમાં લોકો મૂળા ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. જો કે ઘણી વખત કેટલાક લોકો મૂળા ખરીદતી વખતે તેના પાન એટલે કે ભાજી લેતા નથી, કદાચ ભૂલથી પાન આવી જાય તો તેને ફેંકી દે છે પરંતુ મૂળાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
મૂળાની ભાજીમાં અનેક પોષક તત્વો
મૂળાની ભાજીનો રસ બનાવીને પી શકાય છે. મૂળાની ભાજીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ક્લોરિન, સોડિયમ, આયર્ન, મેગ્નેશિયમ તેમજ વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.
મૂળાની ભાજીનો રસ અને તેના ફાયદા
1. પાચન
મૂળાના પાનમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળી આવે છે. જે દરેક વ્યક્તિના પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. મૂળાની ભાજીમાંથી બનેલો રસ પીવાથી પાચન શક્તિ સારી થાય છે.
2. મેદસ્વીપણું
જો તમે શિયાળામાં વજન ઓછું કરવા માંગો છો તો મૂળાની ભાજીનો રસ દરેક માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હા, તમે મૂળાના પાનમાંથી બનાવેલો રસ પીશો તો સરળતાથી વજન ઘટાડી શકો છો. મૂળાની ભાજીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
3. લો બ્લડ પ્રેશર
જો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો લો બ્લડ પ્રેશરના દરેક દર્દી માટે મૂળાના પાનનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મૂળાના પાનમાં સારી માત્રામાં સોડિયમ હોય છે, જે શરીરમાં મીઠાની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે.
મૂળાની ભાજીમાંથી રસ બનાવવાની રીત
મૂળાના ભાજીમાંથી રસ બનાવવા માટે સૌ પ્રથમ મૂળાના પાનને ચોખ્ખા પાણીથી 2-3 વાર સારી રીતે ધોઈ લેવા. ત્યારપછી તેના નાના-નાના ટુકડા કરી લેવા અને ત્યારબાદ પાંદડાને મિક્સરમાં પીસી લેવા. પછી તેમાં સ્વાદ અનુસાર કાળું મીઠું, એક ચપટી કાળા મરીનો પાવડર અને લીંબુનો રસ ઉમેરવો. હવે મૂળાની ભાજીનો આ રસ તૈયાર છે. આ રસ સવારે પીવાથી ખૂબ જ ફાયદાકારક રહે છે.
આ પણ વાંચો : Bank Holidays: બેંકને લગતા તમામ કામ ઝડપથી પતાવી દો, ડિસેમ્બરમાં આટલા દિવસો બેંક રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટ સામે સતર્કતા, 11 દેશોના પ્રવાસીઓનો એરપોર્ટ પર ફરજિયાત RTPCR ટેસ્ટ કરાશે