Diabetes: નાસ્તો કરવામાં કરેલી આ ભૂલ ડાયાબિટીસના દર્દીઓને પડી શકે છે ભારે, જાણો રિસર્ચ

|

Oct 05, 2021 | 6:25 PM

નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જે લોકો ચોક્કસ સમયે આહાર લે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા નહિવત જોવા મળી છે.

Diabetes: નાસ્તો કરવામાં કરેલી આ ભૂલ ડાયાબિટીસના દર્દીઓને પડી શકે છે ભારે, જાણો રિસર્ચ
Proper time to get breakfast for Diabetes patients

Follow us on

તંદુરસ્ત જીવનશૈલી જાળવવી દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ મહત્વનું છે કારણ કે ખોરાકના સેવનને નિયંત્રિત કર્યા પછી જ સુગર લેવલને તેઓ નિયંત્રિત કરી શકાય છે. આજના સમયમાં ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. જે લોકો માટે મોટી સમસ્યા બની છે. આ રોગ સંપૂર્ણ રીતે મટાડી શકાતો નથી, પરંતુ આહાર પર ધ્યાન આપીને સુગરનું સ્તર નિયંત્રિત કરી શકાય છે.

નિષ્ણાતોના મતે ડાયાબિટીસનું કારણ નબળી જીવનશૈલી, વૃદ્ધત્વ, સ્થૂળતા અને તણાવ હોઈ શકે છે. આને કારણે, હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ વધે છે. ખાંડને નિયંત્રિત કરવા માટે, તમે આહારમાં ફળો, લીલા શાકભાજી, આખા અનાજનો સમાવેશ કરી શકો છો. તમને જણાવી દઈએ કે નવા અભ્યાસમાં, જે લોકો ચોક્કસ સમયે આહાર લે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા નહિવત જોવા મળી છે. આ અભ્યાસ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં એન્ડોક્રાઇન સોસાયટીની વાર્ષિક બેઠકમાં તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

કયા સમયે નાસ્તો કરવો

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

શરીર પર ભોજનના સમયની અસરને લઈને 10,575 લોકો પર સર્વે કરવામાં આવ્યો. આ અભ્યાસમાં લોકોના આહારના ડેટા, ઉપવાસ ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સંશોધકોને જાણવા મળ્યું છે કે નાસ્તો કરવાનો સમય બ્લડ સુગર પર નોંધપાત્ર અસર કરે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર સવારે 8.30 પહેલા નાસ્તો કરનારાઓમાં મોડી સવારે નાસ્તો કરનારાઓની સરખામણીમાં બ્લડ સુગર લેવલ અને ઇન્સ્યુલિન પ્રતિકાર ઘણો ઓછો જોવા મળ્યો હતો. પૂર્વ-ડાયાબિટીસ અને ડાયાબિટીસના દર્દીઓમાં, લોહીમાં શર્કરામાં વધારો અને ઇન્સ્યુલિન હોર્મોન જોખમના સંકેતો જોવા મળ્યા છે. આમ અભ્યાસ પ્રમાણે જોવા જઈએ તો સવારે 8.30 પહેલા નાસ્તો કરવો ડાયાબિટીસના જોખમને ઘટાડે છે.

ખોરાકની માત્રા કરતાં વધુ સમય જરૂરી

અભ્યાસમાં, જેમણે સવારે 8:30 પછી નાસ્તો કર્યો હતો તેમનામાં બ્લડ સુગર અને ઇન્સ્યુલિન પ્રતિકાર બંને ખૂબ ઊંચા હોવાનું જણાયું હતું. આજકાલ વજન નિયંત્રણ માટે વિવિધ પ્રકારની ડાયેટિંગ ટેકનિક અપનાવવામાં આવી રહી છે. ઘણા અભ્યાસો દાવો કરે છે કે નક્કી સમયે થોડું થોડું ભોજન ખાવાથી મેટાબોલિક આરોગ્ય સુધરે છે.

જોકે આ નવા અભ્યાસમાં થોડા થોડા સમયે ખાવાથી ઇન્સ્યુલિન પ્રતિકાર વધ્યો હોવાનું જણાયું હતું, પરંતુ લોહીમાં ગ્લુકોઝમાં કોઇ ખાસ ફેરફાર થયો ન હતો. નિષ્ણાતો કહે છે કે ખોરાકને થોડા થોડા સમયે ખાતા રહેવા કરતા સારું છે કે ખોરાકને તમે સંપૂર્ણ સમય આપો, પરંતુ જ્યારે તમે ક્ખાયારે આહાર લઇ રહ્યા છો તે વાતનું સંપૂર્ણ ધ્યાન રાખો.

 

આ પણ વાંચો: Health : જાણો એવા શાકભાજી અને ફળો વિશે જેને કાચા ખાવા જ વધુ ફાયદાકારક

આ પણ વાંચો: Health : નાભિ થેરપી છે શરીરની અનેક નાની સમસ્યાઓનો એક ઉપાય

Next Article