Phalsa Juiceના છે ઘણા ફાયદા, અંગ દઝાડતી ગરમીમાં ફાલસાનું જ્યૂસ બ્લડ પ્રેશરને રાખશે નિયંત્રણમાં

|

May 13, 2022 | 2:14 PM

Phalsa Juice Benefits: ઉનાળમાં મળી રહેલા ખાટા મીઠા ફાલસા  (Phalsa) ખૂબ જ ફાયદાકારક છે.તેનું સેવન ગરમીની સિઝનમાં શરીરને ઠંડું રાખે છે અને બ્લેડપ્રેશર (Blood pressure )થી માંડીને પાચનતંત્રને નિરોગી રાખવામાં મદદરૂપ છે.

Phalsa Juiceના છે ઘણા ફાયદા, અંગ દઝાડતી ગરમીમાં ફાલસાનું જ્યૂસ બ્લડ પ્રેશરને રાખશે નિયંત્રણમાં
Phalsa Juice Benefits

Follow us on

Phalsa Juice Benefits: ઉનાળમાં મળી રહેલા ખાટા મીઠા ફાલસા  (Phalsa) ખૂબ જ ફાયદાકારક છે.તેનું સેવન ગરમીની સિઝનમાં શરીરને ઠંડું રાખે છે અને બ્લેડપ્રેશર (Blood pressure )થી માંડીને પાચનતંત્ર(Digestive system)ને નિરોગી રાખવામાં મદદરૂપ છે. ગરમીમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને તાપમાન હાલનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે. આવા સમયે કોલ્ડડ્રિંકસના બદલે તમે ઉનાળું ફળો જેવા કે ફાલસા, તરબૂચ, ટેટી,શેતૂરના સેવનથી ફાયદો મેળવી શકો છો. જો ફાલસાની વાત કરીએ તો આ ખાટામીઠા નાના ફળ તમને આરોગ્યની દ્રષ્ટિએ તેમજ સ્વાદની દ્રષ્ટિએ ખૂબ ફાયદો કરાવે છે. મૂઠ્ઠીભર ફાલસા તમને હાઇડ્રેટ રાખે છે અને ઉર્જાવાન રાખે છે. જેટલો સમય ફાલસા મળે છે તેટલો સમય તમે તેનું સેવન કરી શકો છો.

બ્લડ સકર્યૂલેશનમાં સુધારો

ફાલસામાં આર્યન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે વોહી વધારવામાં મદદ કરે છે. આ જ્યૂસ પીવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે. અને હિમોગ્લોબિન વધે છે. તેમજ એનિમિયા જેવી બિમારી દૂર થાય છે.

માંસપેશી થાય છે મજબૂત

ફાલસામાં ઘણા પોષક તત્વ હોય છે. તેમાં પોટેશિયમ અને પ્રોટીન હોય છે. જે માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે . માટે ઉનાળામાં આ ઠંડું ફળ ખાવું ફાયદાકારક છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

શરીરને આપે છે ઠંડક

ફાલસામાં વિટામિન સી ભરપૂર હોય છે. અને તે શરીરમાં પાણીની ઉણપને ઓછી કરે છે. તેમજ સનસ્ટ્રોકથી પણ બચાવે છે. સાથે જ એન્ટિઓક્સિડન્ટ છે તેમજ આપણા શરીરમાં ફ્રી રેડિકલ્સથી થનારા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.

પોટેશિયમનું પ્રમાણ પાચનને રાખશે સ્વસ્થ

ફાલસમાં રહેલું પોટેશિયમનું પ્રમાણ પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. તેમજ ઝાડા જેવી મુશ્કેલીમાં પણ મદદ કરે છે.

બ્લડ પ્રેશરને રાખશે નિયંત્રણમાં

ફાલસાના જ્યૂસમાં ચિકિત્સકીય ગુણ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે મદદ કરે છે. અને ફાલસાનું જયૂસ પીવાથી લીવર પણ યોગ્ય રીતે કામ કરે છે. તો હવે ફાલસાના સેવનના ફાયદા જાણ્યા બાદ ચાલો જાણીએ યોગ્ય રીતે ફાલસાનું જ્યૂસ બનાવવાની રીત.

આ રીતે બનાવો ફાલસા જ્યૂસ

ફાલસા બનાવવા માટે 250 ગ્રામ ફાલસા લઇ લો, અને તેને પાણીથી ઘોઈને ચોખ્ખા કરી લેવા. તેમાં નાના ઠળિયા હોય છે એટલે  ફાલસાને ખાંડણીમાં થોડા ખાંડીને પછી મિક્સરમાં નાખવા.

મિક્સરમાં જરૂર પ્રમાણે પાણી નાંખીને અડધી મિનિટ માટે ફેરવો. ઠળિયા અને પલ્પ ક્રશ થઈ ગયા પછી તેમાં થોડું મીઠું અને ખાંડ  બ્રાઉન સુગર કે પછી સાકર નાંખો. પછી તેમાં મરી પાવડર ઉમેરવો. ત્યાર બાદ ઝીણી ગરણીથી ગાળીને ઠંડો કરીને ઉપયોગમાં લેવું.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Published On - 1:09 pm, Fri, 13 May 22

Next Article