માત્ર સ્વાસ્થ્ય અને ત્વચાને જ નહીં, આંખોને પણ હીટ સ્ટ્રોકથી જોખમ છે, આ રીતે આંખોનું કરો રક્ષણ

|

Apr 23, 2023 | 7:44 PM

Summer Eyes Care Tips: શું તમે જાણો છો કે હીટ સ્ટ્રોકને કારણે આંખના સ્વાસ્થ્યને પણ અસર થાય છે. સનસ્ટ્રોક કે ગરમ હવાને કારણે પણ આંખોમાં સોજો, દુખાવો કે લાલાશ આવી શકે છે. કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવીને, ગરમીની મોસમમાં પણ આંખની સારી સંભાળ લઈ શકાય છે.

માત્ર સ્વાસ્થ્ય અને ત્વચાને જ નહીં, આંખોને પણ હીટ સ્ટ્રોકથી જોખમ છે, આ રીતે આંખોનું કરો રક્ષણ

Follow us on

ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ગરમીના કારણે લોકો પરેશાન છે. નવાઈની વાત એ છે કે એપ્રિલ મહિનામાં જ તાપમાનનો પારો અનેક ડિગ્રી સેલ્સિયસ વધી ગયો છે. દેશના ઘણા રાજ્યોમાં તાપમાન 35 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે પહોંચી ગયું છે. આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધુ વધશે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. હીટ વેવને કારણે સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે, કારણ કે ગરમીની લહેર હોય તો ઉલ્ટી, ઝાડા કે પેટને લગતી અન્ય સમસ્યાઓ શરૂ થાય છે. હેલ્થ ન્યુઝ અહીં વાંચો.

પરંતુ શું તમે જાણો છો કે હીટ સ્ટ્રોકના કારણે આંખના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. સનસ્ટ્રોક કે ગરમ હવાને કારણે પણ આંખોમાં સોજો, દુખાવો કે લાલાશ આવી શકે છે. કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવીને, ગરમીની મોસમમાં પણ આંખની સારી સંભાળ લઈ શકાય છે.

સતત આંખોને પાણીથી સાફ કરવી જોઈએ

ગરમ હવા સિવાય ધૂળ કે ગંદકીને કારણે આંખોમાં સોજો કે લાલાશ આવી જાય છે. આવી સ્થિતિમાં, આંખોમાં બળતરા શરૂ થાય છે અને તેને કારણે આંખોને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. આંખોની સારસંભાળ લેવા અને યોગ્ય રાખવા માટે, આંખોને દિવસમાં ત્રણ વખત પાણીથી સાફ કરવી જોઇએ. જો તમે ઈચ્છો તો સફાઈ માટે ગુલાબજળના સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી આંખોમાં ઠંડક જળવાઈ રહેશે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

આંખો પર ચશ્મા પહેરવાનું ભૂલશો નહીં

ઉનાળામાં બહાર જતા પહેલા ચશ્મા પહેરવાનું ભૂલશો નહીં. સનગ્લાસ પહેરવાની દિનચર્યા આંખોને ઠંડક આપે છે અને આ પદ્ધતિ આંખોમાં માટીને પ્રવેશતી અટકાવે છે. આંખોને સુરક્ષિત રાખવા માટે ચશ્મા પહેરવા ખૂબ જ જરૂરી છે.

આંખો માટે પાણી મહત્વનું છે

ઉનાળામાં શરીરની સાથે-સાથે આંખોને પણ હાઇડ્રેટ રાખવી જરૂરી છે. ભેજની અછતને દૂર કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો. આ સિઝનમાં તમારે ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જોઈએ. આ પદ્ધતિ ત્વચા, આરોગ્ય અને આંખો ત્રણેય માટે રામબાણ તરીકે કામ કરે છે.

આંખો પર બરફ ઘસવો જોઇએ

ઉનાળામાં લૂને કારણે આંખો પર પણ ખૂબ જ આડઅસર થાય છે. ગરમ પવન અથવા હીટ સ્ટ્રોક તેમને ખરાબ રીતે અસર કરે છે. દિવસમાં એકવાર આંખો પર બરફ ઘસવાનું શરૂ કરો. બરફ આંખોને ઠંડક આપશે, પરંતુ આ પધ્ધતિને ફક્ત 2 થી 3 મિનિટ માટે જ અનુસરવું યોગ્ય રહેશે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:44 pm, Sun, 23 April 23

Next Article