World Hypertension Day 2022: કોવિડ-19માં બચી ગયેલા ઘણા લોકો હાયપરટેન્શનથી છે પીડિત, યુવા પુખ્તો પણ ધરાવે છે જોખમ

|

May 17, 2022 | 10:02 AM

ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથમાં 11 ટકા મહિલાઓ હાયપરટેન્શન (Hypertension) ધરાવે છે. જેમાં 7 ટકા સ્ટેજ 1, 2 ટકા સ્ટેજ 2 અને 1 ટકા સ્ટેજ 3 હાયપરટેન્શન ધરાવે છે. ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથમાં 14 ટકા પુરુષો હાયપરટેન્શન ધરાવે છે. જેમાં 10 ટકા સ્ટેજ 1, 2 ટકા સ્ટેજ 2 અને 0.8 ટકા સ્ટેજ 3 હાયપરટેન્શન ધરાવે છે.

World Hypertension Day 2022: કોવિડ-19માં બચી ગયેલા ઘણા લોકો હાયપરટેન્શનથી છે પીડિત, યુવા પુખ્તો પણ ધરાવે છે જોખમ
Many survivors of Covid-19 suffer from hypertension

Follow us on

કોવિડ-19 મહામારીને કારણે કેસ અને મૃત્યુમાં ઘટાડો થવા છતાં ડૉક્ટર્સે ધ્યાન દોર્યું છે કે, વાયરલ ઇન્ફેક્શનમાં બચી ગયેલા ઘણા દર્દીઓ સ્વાસ્થ્ય સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓ ધરાવે છે. જેમાં હાયપરટેન્શન (Hypertension), થાક, અનિદ્રા (Insomnia) અને હતાશા સામેલ છે – જે તમામ કોવિડ-19ની લાંબા ગાળાની અસર છે.

જવાબદાર મહત્વપૂર્ણ પરિબળો

વર્લ્ડ હાયપરટેન્શન ડેના પ્રસંગે ડૉક્ટર્સનો મત છે કે, યુવાન પુખ્તો સહિત તમામ વયજૂથના હાયપરટેન્સિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ માટે જવાબદાર મહત્વપૂર્ણ પરિબળો છે – તણાવ, બેઠાળું જીવનશૈલી, કસરતનો અભાવ, આલ્કોહોલ અને તમાકુનું સેવન તેમજ અનુચિત આહાર.

હાયપરટેન્શન, કે હાઈ બ્લડ પ્રેશર એવી સ્થિતિ છે, જેમાં રક્તવાહિનીઓનું દબાણ સતત ઊંચું રહે છે. કોઈ વ્યક્તિ 140 એમએમએચજી જેટલું કે એનાથી વધારે સિસ્ટોલિક બ્લડ પ્રેશર ધરાવે અથવા 90 એમએમએચજી જેટલું કે એથી વધારે ડાઇસ્ટોલિક બ્લડ પ્રેશર ધરાવે તો તેને હાયપરટેન્શન ધરાવતી વ્યક્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, શરીરના વજનનો સીધો સંબંધ હાયપરટેન્શન સાથે છે અને મેદસ્વી લોકો તે જોખમ ધરાવે છે. હાયપરટેન્શન કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, કિડનીની લાંબી બિમારીઓ અને મગજ સાથે સંબંધિત બિમારીઓ માટે પણ મુખ્ય જોખમકારક પરિબળ છે. ઉપરાંત આ દુનિયાભરમાં અકાળે થતા મૃત્યુનું પણ મુખ્ય કારણ છે.

થીમ- ‘મેઝર યોર બ્લડ પ્રેશર એક્યુરેટલી, કન્ટ્રોલ ઇટ, લિવ લોંગર’

વર્લ્ડ હાયપરટેન્શન ડેની થીમ ‘મેઝર યોર બ્લડ પ્રેશર એક્યુરેટલી, કન્ટ્રોલ ઇટ, લિવ લોંગર’ (તમારું બ્લડ પ્રેશર સચોટતાપૂર્વક માપો, એને નિયંત્રણમાં રાખો, લાંબો જીવો) પર ભાર મૂકીને અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના સીનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ કહ્યું હતું કે, “ઘરે બ્લડ પ્રેશર પર નિયમિત રીતે નજર રાખવી મહત્વપૂર્ણ છે અને જો 130/80 એમએમએચજીની સ્વીકૃત રેન્જથી ઉપર પ્રેશર આવે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.”

કોવિડ-19 પર રાજ્યની ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. દેસાઈએ ઉમેર્યું હતું કે, “ભારતમાં વાર્ષિક ધોરણે હેલ્થ ચેક-અપ્સનો વિચાર અસ્તિત્વમાં નથી. લોકો તેમની કારના મેઇન્ટેનન્સ પર ખર્ચ કરવા તૈયાર છે, પણ રોગનિવારક હેલ્થ ચેક-અપ્સ કરાવવા આગળ નહીં આવે. આ માનસિકતા બદલવાની જરૂર છે. બ્લડ પ્રેશર પર અવારનવાર નજર રાખવા ઉપરાંત નિયમિત કસરત, ફળફળાદિનું સેવન અને આહારમાં મીઠાનું ઓછું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે.”

જાણો, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો રિપોર્ટ

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ-5) 2019-21ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથની 11 ટકા મહિલાઓ હાયપરટેન્શન છે, જેમાં 7 ટકા મહિલાઓ સ્ટેજ 1માં, 2 ટકા મહિલાઓ સ્ટેજ 2 અને 1 ટકા મહિલાઓ સ્ટેજ 3 હાયપરટેન્શનમાં છે.

એ જ રીતે ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથમાં 14 ટકા પુરુષો હાયપરટેન્શન છે, જેમાં 10 ટકા સ્ટેજ 1, 2 ટકા સ્ટેજ 2 અને 0.8 ટકા સ્ટેજ 3 હાયપરટેન્શનમાં છે. ભારતમાં 15 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતી 21 ટકા મહિલાઓ અને 24 ટકા પુરુષો હાયપરટેન્શન ધરાવે છે. પુરુષો અને મહિલાઓ એમ બંને માટે વય સાથે હાયપરટેન્શન વધે છે.

Next Article