Health Tips : જો તમે વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીતા હોવ તો સાવધાન રહો

|

Sep 06, 2023 | 9:55 AM

લીંબુ પાણી (lemon water) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ સવારે કંઈપણ ખાધા વગર લીંબુ પાણી પીવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ખાલી પેટે લીંબુ પાણી પીવાના ઘણા ગેરફાયદા છે.

Health Tips : જો તમે વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીતા હોવ તો સાવધાન રહો

Follow us on

લીંબુ પાણી (lemon water) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ પાણી ખાસ કરીને વજન ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક છે. પરંતુ જો લીંબુ પાણીનું યોગ્ય રીતે સેવન ન કરવામાં આવે તો તે ફાયદાના બદલે નુકસાન કરી શકે છે. જે લોકો વજન ઘટાડવા માટે ખાલી પેટે લીંબુ પાણી પીવે છે, તેમને પેટ અને દાંત સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips : ભેંસનું દૂધ પીતા હોવ તો આજે જ બંધ કરી દેજો ! રાજીવ દીક્ષિતે જણાવ્યું ગાય અને ભેંસના દૂધમાં અંતર

લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે તેને ઈમ્યુનિટી બુસ્ટર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાતું લીંબુ શરબત કેવી રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને તેને ખાલી પેટ પીવાના શું નુકસાન છે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

દાંત માટે ખરાબ

ખાલી પેટે લીંબુ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે. લીંબુમાં એસિડિક ગુણો જોવા મળે છે, જેના કારણે દાંતને નુકસાન થઈ શકે છે.

ડિહાઈડ્રેશન

સવારે કંઈપણ ખાધા વગર લીંબુ પાણી પીવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. લીંબુમાં એસ્કોર્બિક એસિડ વધુ માત્રામાં જોવા મળે છે, આ સ્થિતિમાં તે કિડનીમાં પેશાબનું ઉત્પાદન વધારવાનું કામ કરે છે. એટલા માટે તમે યોગ્ય માત્રામાં લીંબુ પાણી પીવો.

હાડકાંને નુકશાન

ખાલી પેટે લીંબુ પાણી પીવાથી હાડકાંને પણ નુકસાન થાય છે. આના કારણે હાડકામાં રહેલું તેલ ઓછું થવા લાગે છે, જેના કારણે હાડકાં નબળા પડી જાય છે અને ફ્રેક્ચર પણ થઈ શકે છે.

પેશાબમાં સમસ્યા

જો તમે તેને ખાલી પેટ વધુ પીવો છો, તો તમને પેશાબ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ખાલી પેટે લીંબુ પાણી પીવાથી તમને વારંવાર પેશાબ જવાની સમસ્યા થઈ શકે છે.

આ વાતનું ધ્યાનમાં રાખો

હેલ્થ એક્સપર્ટના મતે લીંબુ પાણી વધારે પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વજન ઘટાડવા માટે લોકો સવારે તેનું સેવન કરે છે, પરંતુ ડોક્ટરની સલાહ વગર લીંબુ પાણી ન પીવો. આ સિવાય લીંબુ પાણી પીધા પછી તરત જ કોઈપણ પ્રકારની ડેરી પ્રોડક્ટનો ઉપયોગ ન કરો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 9:52 am, Wed, 6 September 23

Next Article