શરીર માટે ઘણા વિટામીન ખુબ જરૂરી છે. જો શરીરમાં એક વિટામીનની ઉણપ હોય તો બીમારીઓ શરુ થઇ શકે છે. શરીર સારી રીતે કામ કરી શકે તે માટે શરીરને પ્રોટીન, ખનીજ અને વિટામીનની પણ જરૂરી છે. વિટામીન બી (Vitamin B) પણ એક એમાંથી એક વિટામીન છે જે શરીર માટે ખુબ જરૂરી છે. વાત કરીએ વિટામીન બી 12 (Vitamin B 12) તો આ વિટામીન ખુબ જરૂરી છે. આ વિટામીન સર્ક્યુલર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ હેલ્દી રાખવામાં મદદ કરે છે. તમે આ વિટામીનની ઉણપ ઘણા ખાદ્ય પદાર્થોથી પૂરી કરી શકો છો. ચાલો આજે તમને જણાવીએ કે કયા પ્રાકૃતિક સોર્સથી આ વિટામીનની ઉણપ પૂરી થઇ શકે છે.
વિટામીન B12થી થનારી શારીરિક બીમારી
ઝડપી વજન ઉતરવું
માંસપેશીઓ નબળી પડી જવી.
ત્વચાનો રંગ પીળો પાડવા લાગવો.
એનીમિયાનો શિકાર થવું.
ચેતા પર અસરને કારણે, ભ્રમની સ્થિતિ ઉભી થવી.
વિટામીન B12 ના પ્રાકૃતિક સોર્સ
ઈંડા: વિટામીન B12 માટે ઈંડા ફાયદાકારક માનવામાં આવે છે. જો દિવસમાં તમે 2 ઈંડા ખાઓ છો તો રોજની જરૂરીયાતના 46 ટકા વિટામીન B12 ની ઉણપ પૂરી થઇ શકે છે. ઈંડા ખાવાથી શરીરમાં ઘણા અન્ય પોષક તત્વોની ઉણપ પણ પૂરી થઇ શકે છે.
દહીં: વિટામીન બીના કોમ્પ્લેક્સ B2, B1 અને B12 તમને દહીંમાંથી મળી જાય છે. આ સાથે તેના ખુબ ફાયદા છે. જેમાંથી શારીરને ઘણા પોષણ પણ મળે છે.
ઓટમીલ: ઓટ્સ નાસ્તામાં ખુબ ખવાય છે. તેમાંથી ભરપુર ફાયબર અને વિટામીન મળે છે. ઓટ્સમાં B 12 ની ઘણી માત્રા હોય છે. જે તમને સ્વસ્થ રાખે છે.
દૂધ: વિટામીન B12 ની ઉણપ દૂધમાંથી પૂરી થઇ શકે છે. શાકાહારી લોકો માટે વિટામીન B12 લેવાનું આ ઉત્તમ સ્ત્રોત છે.
ઝીંગા: જો તમે માંસાહારી છો તો તમે ઝીંગા ખાઈ શકો છો. આમાંથી ઘણી માત્રામાં વિટામીન B12 મળે છે.
સોયાબીન: સોયાબીનમાં વિટામીન B12 ભરપુર માત્રામાં મળે છે. જો તમે સોયામિલ્ક, ટોફૂ, કે સોયાબીનની શાકભાજી ખાઈ શકો છો.
પનીર: સ્વિસ પનીરમાંથી તમને વિટામીન B12 મળે છે. આમાં વધુ પ્રમાણમાં વિટામીન B12 હોય છે. પનીર તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
બ્રોકલી: બ્રોકલી સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી હોય છે. જો કે આ સૌ કોઈને પસંદ નથી આવતી. પરંતુ વિટામીન B12 માટે તમે આણે ખાઈ શકો છો. બ્રોકલીમાં વિટામીન B12 સાથે આમાંથી હિમોગ્લોબીન અને અનેક તાત્વી હોય છે.
ચિકન: જો તમે માંસાહારી આહાર ખાઓ છો તો તમને તેમાંથી વિટામીન B12 મળી શકે છે. ચિકન ખાઈને તમે વિટામીન B12ની ઉણપ પૂરી કરે છે.
સાલ્સ માછલી: માછલી પણ વિટામીન B12 માટે ઘણો સારો સ્ત્રોત છે. સાલ્સ માછલીનું સેવન વિટામીન B12 જરૂરીયાત ધરાવતા લોકો કરી શકે છે.
આ પણ વાંચો: Health Tips : ડાયાબિટીસ કંટ્રોલ કરવું છે ? તો આ ફળ ખાઓ, શુગર લેવલ નહીં વધે
આ પણ વાંચો: Brown Sugar Vs White Sugar: બ્રાઉન સુગર કે વ્હાઈટ સુગર? કઈ ખાંડ છે તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારી
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)