જો જાણી ગયા અનુલોમ-વિલોમ પ્રાણાયામના આ 5 ચમત્કારી ફાયદા, તો તમે પણ શરુ કરી દેશો આજથી જ!

|

Aug 06, 2021 | 7:21 AM

અનુલોમ-વિલોમ નાડી શોધન પ્રાણાયામનો એક પ્રકાર છે. તેને દૈનિક કરવાથી ખુબ જ અસરકારક પરિણામ આવે છે. અને ઘણીબધી સમસ્યાઓમાં રાહત મળે છે. અહીં જાણો આ પ્રાણાયામના 5 મોટા ફાયદાઓ વિશે.

જો જાણી ગયા અનુલોમ-વિલોમ પ્રાણાયામના આ 5 ચમત્કારી ફાયદા, તો તમે પણ શરુ કરી દેશો આજથી જ!
Know the amazing five benefits of Anulom Vilom Pranayama

Follow us on

અનુલોમ-વિલોમ નાડી શોધન પ્રાણાયામના મુખ્ય પ્રકારોમાંથી એક છે. ઘણા આયુર્વેદ નિષ્ણાતો માને છે કે માત્ર આ પ્રાણાયામ કરવાથી, ઘણા ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. જો આ પ્રાણાયામ દરરોજ સવારે અને સાંજે 15 મિનિટ સુધી કરવામાં આવે તો તે શરીરની તમામ નાડીઓને શુદ્ધ કરે છે, સાથે સાથે શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે. અનુલોમ-વિલોમ કરવાથી મન પણ ફ્રેશ થાય છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ આ પ્રાણાયામના 5 ફાયદા.

1. ફેફસાંને મજબૂત બનાવે છે

અનુલોમ-વિલોમ તમારા ફેફસાંને સૌથી વધુ અસર કરે છે. તે ફેફસામાં ફસાયેલા ઝેરી ગેસને દૂર કરવાનું કામ કરે છે અને તેને સ્વસ્થ બનાવે છે. આ સિવાય તે ફેફસાને મજબૂત બનાવે છે અને તેની તાકાત વધારે છે. જે લોકોના ફેફસાં ધૂમ્રપાન કર્યા પછી નબળા થઈ ગયા છે, જો તેઓ ધૂમ્રપાન છોડ્યા પછી આ પ્રાણાયામનો અભ્યાસ કરે છે, તો તેઓ તેમના ફેફસાંને ફરીથી ઘણી હદ સુધી સુધારી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

2. ઓક્સિજનના પ્રવાહમાં સુધારો કરે છે

દરરોજ આ પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ સિવાય, તે શરીરમાં હાજર 72 હજાર નાડીઓને શુદ્ધ કરીને અને તેમાં જીવ પુરવાનું કામ કરે છે. શરીરના તમામ કોષોને નવી ઉર્જા આપે છે. આમ કરવાથી હાઈ બીપીની સમસ્યા કંટ્રોલ થાય છે અને હાર્ટ સ્વસ્થ થાય છે.

3. શ્વાસની તકલીફમાં રાહત આપે છે

જે લોકોને શ્વાસોચ્છવાસની કોઈ બીમારી હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય, અથવા જે લોકો જોર જોરથી શ્વાસ લેતા હોય તેમણે જરૂર અનુલોમ-વિલોમ કરવો જોઈએ. આમ કરવાથી, શ્વાસ લેવાની પ્રક્રિયા બરાબર થાય છે અને ફેફસાં યોગ્ય રીતે ઓક્સિજન ભરી શકે છે.

4. તણાવ દૂર કરવામાં મદદરૂપ

અનુલોમ-વિલોમ દૈનિકકરવાથી મગજમાં સારું રક્ત પરિભ્રમણ થાય છે અને ઓક્સિજનનો પ્રવાહ વધુ સારો થાય છે. આ ક્રિયા મૂડ ફ્રેશ કરે છે. તણાવ અને ટેન્શન જેવી કોઈ સમસ્યા રહેતી નથી. આનાથી ચીડિયાપણું, ગભરાટ, ઊંઘ ન આવવી, ડિપ્રેશન અને શરીરમાં નબળાઈ જેવી સમસ્યાઓ નિયંત્રિત થાય છે.

5. વિચારવાની શક્તિ વધે છે

અનુલોમ-વિલોમ કરવાથી તમારા મગજનો જમણો અને ડાબો ભાગ સંતુલિત થાય છે. વ્યક્તિ માટે વિચારવું અને સમજવું સરળ બને છે અને કાર્યક્ષમતા વધે છે. આ સિવાય એકાગ્રતા વધે છે.

 

આ પણ વાંચો: Weight Loss: કાકડીનું પાણી વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે, જાણો તેને બનાવવાની રીત

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો: Health Tips : આ રોગોથી પીડાતા લોકોએ જામફળનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

Next Article