જો તમે નિયમિત રૂપે પેઈનકિલર લો છો તો, જાણો પેઈનકિલરનું નુકસાન અને શરીર પર તેની આડ અસર

|

Feb 23, 2022 | 10:55 AM

Penkillers Effect On Body: ઘણીવાર લોકો દર્દ દૂર કરવા માટે પેઈન કિલરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે પેનકિલર્સનો વધુ પડતો ઉપયોગ શરીર માટે હાનિકારક પણ હોઈ શકે છે.

જો તમે નિયમિત રૂપે પેઈનકિલર લો છો તો, જાણો પેઈનકિલરનું નુકસાન અને શરીર પર તેની આડ અસર
know painkillers harms and effect on body if you take these reguraly then know effects of these painkillers(Image-Pixabay)

Follow us on

ઘણા લોકોની આદત હોય છે કે જ્યારે તેમને સહેજ પણ દુખાવો થાય છે ત્યારે તેઓ તેને મટાડવા માટે પેઈનકિલરનો (Painkiller) ઉપયોગ કરે છે અને કેટલાક લોકોને તેની આદત પડી જાય છે. તમારી સાથે પણ આવું થઈ શકે છે પરંતુ વાત વાત પર પેઈનકિલર લેવાની આદત (Painkiller Habits) સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારી માનવામાં આવતી નથી. ઘણા અહેવાલોમાં એવું જાણવા મળ્યું છે કે, (Painkillers Side Effects) પેઇનકિલર્સનો વધુ પડતો ડોઝ શરીરને ફાયદો થવાને બદલે નુકસાન કરે છે. આવી સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે પેઇન કિલર શરીર પર કેવી અસર કરે છે.

તમને જણાવી દઈએ કે, ક્યારે પેઇનકિલર્સથી શરીરમાં શું અસર થાય છે અને શરીરના કયા ભાગોને અસર થાય છે. આનાથી તમે સમજી શકશો કે પેઈનકિલર તમને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને તમારે તેનું વધુ પડતું સેવન કેમ ન કરવું જોઈએ…

હૃદય માટે હાનિકારક

પેઇનકિલર્સ પીડાને દૂર કરી શકે છે, પરંતુ તે તમારા હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. યુનિવર્સિટી ઓફ મોન્ટ્રીયલ હોસ્પિટલ રિસર્ચ સેન્ટર (CRCHUM) ના મિશેલ બલ્લીની આગેવાની હેઠળની એક સંશોધન ટીમે શોધી કાઢ્યું છે કે નોનસ્ટીરોઇડ બળતરા વિરોધી દવાઓ (NSAIDs)નો ઉપયોગ હૃદયરોગના હુમલાના જોખમને નોંધપાત્ર રીતે વધારી શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મગજને કરે છે અસર

અમેરિકન વેબસાઈટ રીટ્રીટ બિહેવિયર હેલ્થના રિપોર્ટ અનુસાર પેઈનકિલર શરીરના ઘણા ભાગો પર નકારાત્મક અસર કરે છે. આ રિપોર્ટ અનુસાર પેઈનકિલર્સની મગજ પર પણ અસર થાય છે. કેટલીક પેઇનકિલર્સનો લાંબા સમય સુધી ઉપયોગ આંતરિક રક્તસ્રાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. લાંબા સમય સુધી ચાલતી સમસ્યાઓમાં હોર્મોનલ અસંતુલનનો સમાવેશ થાય છે.

હાંફ ચઢવી

પેઇનકિલર્સ શ્વસનતંત્રના કાર્યમાં સમસ્યા ઊભી કરે છે. આ ગંભીર અને લાંબા સમયની સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ સિવાય જે લોકો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરે છે તેમના ફેફસાં પર તેની અસર થાય છે અને તેનાથી ઘણી સમસ્યાઓ થાય છે. ઘણી વખત ન્યુમોનિયા જેવી સમસ્યા સામે આવી છે.

યકૃત પર અસર

લીવરનું કામ ખરાબ પદાર્થો અને દવાઓ પર પ્રક્રિયા કરવાનું છે. વ્યક્તિ જેટલી વધુ આ દવાઓનો ઉપયોગ કરે છે, તેના લીવરને વધુ અસર થાય છે. આના કારણે લીવર સારી રીતે કામ કરતું નથી અને શરીરમાં ઝેરી કચરો જમા થવા લાગે છે અને લાંબા સમયનું નુકસાન થઈ શકે છે.

પેટ પર પણ થાય છે અસર

Opioids પેટ અને આંતરડા પર ઝડપી અસર કરે છે. તેના ઉપયોગથી લોકોને કબજિયાત, પેટનું ફૂલવું, ઉબકા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ પણ થાય છે. જો તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો “નાર્કોટિક બોવેલ સિન્ડ્રોમ” નામની સ્થિતિ થઈ શકે છે. આ દવાઓ પેટનું કામકાજ ધીમું કરે છે અને પેટનું ફૂલવું અને ઉલ્ટી થાય છે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

આ પણ વાંચો: Health : જમ્યા પછી પેટમાં દુઃખાવાની કાયમી સમસ્યાથી મેળવો આ રીતે છુટકારો

આ પણ વાંચો: Health Tips : શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવા પેઈનકિલર ન ખાઓ, આ 8 કુદરતી વસ્તુઓથી મળશે છુટકારો

Next Article