Asafoetida Benefit : સ્વાસ્થ્યને સારું રાખવા માટે ચપટી હિંગ જ છે જરૂરી, જાણો અઢળક ફાયદા

|

Oct 23, 2021 | 9:41 AM

ખોરાકમાં સ્વાદ અને સુગંધ વધારનારી હિંગ (asafoetida) સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ફાયદાકારક છે. હિંગના સેવનથી પેટથી લઈને શ્વાસ સુધીની તમામ સમસ્યાઓને દૂર કરી શકાય છે. જાણો તેના ફાયદા.

Asafoetida Benefit : સ્વાસ્થ્યને સારું રાખવા માટે ચપટી હિંગ જ છે જરૂરી, જાણો અઢળક ફાયદા
benefits of asafoetida

Follow us on

સામાન્ય રીતે બધા જ ઘરમાં હિંગનો (asafoetida)ઉપયોગ કરવામાં આવે છે. હિંગને પારંપરિક મસાલા તરીકે ઓળખવામાં આવે છે. દાળમાં વઘારથી લઈને શાક, કઢી તથા બધી જ રસોઈમાં હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઘણી જગ્યા પર હિંગ અને કેરીનું અથાણું પણ બનાવવામાં આવે છે.

પરંતુ ખોરાકમાં સુગંધ લાવવા માટે હીંગ ઉમેરવામાં આવે છે. તેની સુગંધ સ્વાદમાં અનેક ગણો વધારો થાય છે. પણ આ હીંગ માત્ર સ્વાદ વધારવાનું કામ કરતી નથી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પેટની સમસ્યાઓ માટે હિંગને રામબાણ માનવામાં આવે છે. આ સિવાય હિંગમાં એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. આવો જાણીએ તેના ફાયદા.

પાચન તંત્રમાં સુધારો
જો તમને પાચન, ગેસ, એસિડિટી, કબજિયાત વગેરેને લગતી કોઈ સમસ્યા હોય તો તમારે હિંગનું નિયમિત સેવન કરવું જોઈએ. હિંગથી ઘણો ફાયદો થાય છે. આ સિવાય હિંગને એક ચમચી પાણીમાં ઓગાળીને પેટની આસપાસ લગાવવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હીંગ બીપીને નિયંત્રિત કરે છે
હીંગમાં રહેલા પોષક તત્વો બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. હિંગ શરીરમાં લોહી ગંઠાતું અટકાવે છે અને લોહીને પાતળું કરીને રક્ત પરિભ્રમણને સુધારે છે. આ સ્થિતિમાં સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે અને બીપી નિયંત્રિત થાય છે.

શ્વાસની તકલીફમાં રાહત આપે છે
તેના એન્ટિ-વાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણને કારણે, હીંગ ઉધરસ, અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી શ્વસન સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક છે.

ઠંડીમાં રાહત આપે છે
જો તમને ખૂબ જ ઠંડી લાગે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે તમે ખૂબ જ ઝડપથી મોસમી રોગોનો શિકાર છો. તો હિંગનું નિયમિત સેવન કરો. તમે આનાથી ઘણી રાહત થશે.

દાંતના દુખાવામાં રાહત આપે છે
હીંગમાં દર્દનિવારક ગુણની સાથે-સાથે એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે. આ સ્થિતિમાં તે દાંતના દુઃખાવામાં ઘણી રાહત આપે છે. આ માટે, તમે હીંગનું પાણી પીવાથી સાથે તેના કોગળા પણ કરી શકો છો.

કેવી રીતે કરશો ઉપયોગ
આ બધી સમસ્યાઓથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે સૂતી વખતે હિંગનું પાણી પીવો. આ માટે અડધો ગ્લાસ નવશેકા પાણીમાં 2 ચપટી હીંગનો પાવડર મિક્સ કરીને પીવો. દરરોજ હિંગનું પાણી પીવાથી તમને બધી સમસ્યાઓમાં ફાયદો થશે.

આ પણ વાંચો : US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો

આ પણ વાંચો :Prabhas Birthday: પ્રભાસે બાહુબલી નહીં પરંતુ આ હિન્દી ફિલ્મથી કર્યુ હતુ ડેબ્યૂ, જાણો તેને લઇને કેટલીક રોચક વાતો

Next Article