સાવધાન! ટાઈટ જીન્સ પહેરવાનો શોખ પડી શકે છે ભારે, શરીર બની જશે આટલા ગંભીર રોગોનું ઘર

|

Sep 21, 2021 | 7:38 PM

Tight Jeans Side Effects: જો તમને ટાઈટ જીન્સ પહેરવાનો શોખ છે તો તમારે ખાસ જાણવું જોઈએ કે કેવી રીતે આ શોખ તમારા આરોગ્યને નુક્સાન પહોંચાડી શકે છે.

સાવધાન! ટાઈટ જીન્સ પહેરવાનો શોખ પડી શકે છે ભારે, શરીર બની જશે આટલા ગંભીર રોગોનું ઘર
ટાઈટ જીન્સ તમારા માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

Follow us on

કેટલીકવાર જે ફેશન (Fashion) તમને સુંદર બનાવે છે તે તમને બિમાર પણ કરી શકે છે. આવી જ એક ફેશન છે તમારી ટાઈટ જિન્સની. ઘણી વખત છોકરીઓને સ્કીની ફીટ અથવા ખૂબ જ ટાઈટ જિન્સ પહેરવાનું ગમે છે, જે પહેરવામાં જ તેમને ઘણુ મુશ્કેલ લાગતું હોય છે.

 

આ ટાઈટ જીન્સ તમારા માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે તેમજ તેને ઘણા રોગોની શરૂઆત પણ ગણી શકાય છે. એક નહીં, ઘણા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે ટાઈટ લેગવેર તમારા માટે ખૂબ હાનિકારક સાબિત થાય છે.

 

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

ડોક્ટરો પાસે પણ એવા ઘણા કેસ આવ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે દર્દીઓએ ટાઈટ જીન્સ વગેરેને કારણે દુખાવા સહીતની ઘણી તકલીફોની ફરિયાદ કરી છે. એક પ્રતિષ્ઠીત મીડિયાના અહેવાલમાં સામે આવ્યું છે કે આના કારણે ચેતા અને સ્નાયુઓની સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ટાઈટ જીન્સ પહેરો છો તો તમારે જાણવાની જરૂર છે કે તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી હોઈ શકે છે.

 

બ્લડ ક્લોટીંગ

સ્કિની જીન્સ પહેરવાથી તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પર અસર પડે છે અને તેની અસરથી તમારા શરીરમાં બ્લડ ક્લોટિંગ શરૂ થઈ શકે છે. આ તમારા પગ અને પીઠના ઉપલા ભાગની ચેતા પર દબાણ લાવે છે, તેનાથી જાંઘ અને કમરમાં દુખાવો થાય છે અને પગમાં ખાલી ચડી જવી વગેરે જેવી સમસ્યાઓ થાય છે. રક્ત પરિભ્રમણ (Blood circulation- બ્લડ સર્ક્યુલેશન) માટે આ સૌથી ખરાબ પહેરવેશ માનવામાં આવે છે.

 

પેટમાં દુખાવો

વધારે ટાઈટ જીન્સ પહેરવાથી પેટના નીચેના ભાગ પર ઘણું દબાણ આવે છે અને લોહીનો પ્રવાહ ધીમો પડે છે. આ માત્ર પેટ પર જ નહીં, પરંતુ હિપ જોઈન્ટ્સ પર પણ મોટી અસર કરે છે. જ્યારે તમે ટાઈટ જીન્સ પહેરીને બેસો છો અથવા રોજિંદા કાર્યો કરો છો, ત્યારે તે પેટમાં દુખાવો થવાનું શરૂ થાય છે.

 

ઈન્ફેક્શનનું જોખમ

ટાઈટ જીન્સ માત્ર ચેતાને અસર કરતું નથી, પરંતુ તેની સીધી અસર તમારી ત્વચા પર પડે છે. આને કારણે ત્વચામાં ઘણા પ્રકારના ઈન્ફેક્શનનું જોખમ પણ રહે છે. ઘણા લોકોમાં આના કારણે ચામડી પર ફોલ્લીઓ, સોજો વગેરે જેવા લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. સાથે જ પુરુષો માટે ટાઈટ જિન્સને કારણે જનનાંગો પર અસર પડે છે.

 

ચેતા પર પણ પડે છે અસર

સ્કિની જીન્સ પહેરવાથી પણ લેટરલ કોએટેનિયસ નર્વ કંપ્રેસ થઈને ચેતા પર દબાણ લાવે છે. આને કારણે પ્રાઈવેટ પાર્ટસ પણ અસર પડે છે અને પરસેવા સાથે ઘણા કારણોસર ખૂબ જ મુશ્કેલી ઉભી થાય છે.

 

 

આ પણ વાંચો :  Lifestyle : કેળાની જેમ તેના પાન પણ છે ફાયદાથી ભરપૂર, જાણો કઈ રીતે ?

Next Article