FOOD: ગોળ-મગફળીની ચિક્કી શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખશે, આ રીતે ઘરે તૈયાર કરો

શિયાળાની ઋતુ હોય અને ગોળ-મગફળીની ચીક્કી ઘરે ન બને એવુ કેવી રીતે ચાલે. ગોળ-મગફળીની ચિક્કી ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, સાથે સાથે શરીરને અંદરથી ગરમ અને સ્વસ્થ પણ રાખે છે. અહીં જાણો તેને ઘરે કેવી રીતે બનાવશો.

| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:24 PM
1 / 5
સામગ્રીઃ ગોળની ચિક્કી બનાવવી બહુ મુશ્કેલ નથી. તમે તેને ગમે ત્યારે સરળતાથી બનાવી શકો છો. આ માટે તમારે 250 ગ્રામ છોતરા વિનાની મગફળી, 200 ગ્રામ ગોળ, અડધો કપ પાણી, જરૂરિયાત મુજબ ઘી અને જરૂરિયાત મુજબ બદામની જરૂર પડશે. તમે બદામ પણ છોડી શકો છો.

2 / 5
તેને બનાવવા માટે સૌપ્રથમ એક તવાને ગરમ કરો અને તેમાં મગફળીને સારી રીતે ફ્રાય કરો જેથી તેની કચાશ નીકળી જાય અને તે ક્રિસ્પી બને. જ્યારે મગફળી શેકાઈ જાય ત્યારે તેને મોટી મોટી ક્રશ કરી લો.

3 / 5
હવે એક વાસણમાં અડધો કપ પાણી નાખો અને તેમાં ગોળ નાખીને ગેસ પર રાખી ગરમ કરો. ગોળની ચાસણીમાં મગફળી ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો અને પ્લેટ અથવા ટ્રેને ઘી અથવા માખણથી ગ્રીસ કરો. આ પછી, તેના પર ગોળ-મગફળીનું મિશ્રણ રેડો અને તેને મનપસંદ આકાર આપો.

4 / 5
જો ઈચ્છો તો તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો અથવા તમે ડ્રાય ફ્રૂટ્સ છોડી પણ શકો છો. હવે તમારી ગોળની ચિક્કી તૈયાર છે.

5 / 5
આ ચિક્કીને તમે કન્ટેનરમાં લાંબા સમય સુધી સામાન્ય તાપમાનમાં પણ સ્ટોર કરી શકો છો. તેને રોજ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી થતી, શરીર ગરમ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.