Health Tips: આજકાલ ઘણા લોકો ઊંઘ (Sleep) ન આવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પહેલાના જમાનામાં લોકોને અમુક વર્ષની ઉંમર બાદ જ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. પરંતુ આજના સમયમાં તણાવ, મનમાં ચાલી રહેલી નકારાત્મકતા, ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ, ખરાબ આહાર અને અનિયમિત જીવનશૈલીના કારણે યુવાનો અને બાળકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. ઊંઘની કમી સ્વાસ્થ્ય (Health) માટે બિલકુલ સારી નથી.
ઘણીવાર એવું બને છે કે દિવસભરના થાક પછી જો તમે આખી રાત પથારીમાં બાજુઓ બદલતા રહો છો તો તે તમારા સ્વાસ્થ્યમાં ઘણી બીમારીઓને જન્મ આપે છે. ડોક્ટરો હંમેશા માને છે કે આપણા શરીરને ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘની જરૂર છે. રાતની સારી ઊંઘ આપણને દિવસભર તાજગી પુર્ણ રાખે છે.
આજના સમયમાં અનિંદ્રાની સમસ્યાથી પીડિત લોકોને સ્લીપ સિન્ડ્રોમ (Sleep Syndrom) પણ કહેવામાં આવે છે. જેમાં તમામ પ્રયત્નો બાદ પણ લોકોને ઊંઘ આવતી નથી. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો આ માહિતી તમને ઉપયોગી બનશે. જો આપણે આપણી જીવનશૈલીમાં કેટલીક આદતોનો સમાવેશ કરીએ તો તેની સકારાત્મક અસર ચોક્કસપણે જોવા મળે છે તો આવો જાણીએ શાંત ઊંઘ માટે શું કરવું જોઈએ.
જો તમને લાંબા સમયથી ઉંઘ નથી આવતી તો તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે અનિદ્રા કેટલાક રોગોનું મુળ બની શકે છે.
આ પણ વાંચો: સિગારેટ પીનારાઓમાં સ્ટ્રોક એ કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું પ્રથમ સંકેત હોઇ શકે: અમેરિકન હાર્ટ એસોસિએશન
આ પણ વાંચો: Health Tips: શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ? આ ઋતુમાં હૃદય સમસ્યાથી બચવાના શું છે ઉપાય?
Published On - 7:14 pm, Thu, 18 November 21