જો વર્કઆઉટ માટે સમય નથી તો આ રીતે શરીરને રાખો ફીટ

|

Jan 09, 2022 | 9:30 AM

એક્ટિવ રહેવા માટે વર્કઆઉટ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે અને જીમમાં કસરત કરવા માટે યોગ્ય રૂટિન ફોલો કરવું જરૂરી છે. પરંતુ વ્યસ્ત શિડ્યુલને કારણે ઘણા લોકો વર્કઆઉટ માટે સમય કાઢી શકતા નથી.

જો વર્કઆઉટ માટે સમય નથી તો આ રીતે શરીરને રાખો ફીટ
5 States Assembly Election : Symbolic Photo

Follow us on

આપણે બધા રોજીંદા કામોને લઈને જીવનમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોઈએ છીએ. એટલું જ નહીં, વધુ પડતી વ્યસ્તતાને કારણે સ્વાસ્થ્યને અસર થવા લાગે છે. ખરાબ જીવનશૈલી (Lifestyle)ના કારણે લોકો ઘણા સ્વાસ્થ્ય (Health) સંબંધિત રોગોને આમંત્રણ આપે છે.

આજકાલ લોકોને નાની ઉંમરમાં જ ડાયાબિટીસ, થાઈરોઈડ, બીપી, કોલેસ્ટ્રોલ, હાર્ટ પ્રોબ્લેમ, ઘૂંટણનો દુખાવો વગેરે જેવી તમામ સમસ્યાઓ થવા લાગી છે. આ સિવાય ખાવા-પીવાની ખોટી આદતોને કારણે આપણું એકંદર સ્વાસ્થ્ય પ્રભાવિત છે. જોકે, સ્વસ્થ રહેવા માટે શરીરને સક્રિય (Active) રાખવું ખૂબ જ જરૂરી છે.

એક્ટિવ રહેવા માટે વર્કઆઉટ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે અને જીમમાં કસરત કરવા માટે યોગ્ય રૂટિન ફોલો કરવું જરૂરી છે. પરંતુ વ્યસ્ત શિડ્યુલને કારણે ઘણા લોકો વર્કઆઉટ માટે સમય કાઢી શકતા નથી. અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશુ જેની મદદથી તમે એક્ટિવ રહી શકો છો

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

એક જગ્યાએ બેસો નહીં

તમે ભલે ઘરે ઓફિસનું કામ કરી રહ્યા હોવ કે પછી કોઈ અન્ય કામમાં વ્યસ્ત હોવ, પરંતુ વચ્ચે થોડી થોડી વારે ઉઠો અને બ્રેક લો. વચ્ચે ફરવાથી શરીર સક્રિય રહે છે. કામ દરમિયાન વચ્ચે-વચ્ચે નાના-નાના કામ કરતા રહો, તેનાથી તમારું શરીર સક્રિય રહેશે અને તમે સ્વસ્થ પણ રહેશો. આમ કરવાથી આપણા શરીરમાં ઉત્પન્ન થતી વધારાની કેલરી બર્ન કરે છે અને આપણે ફિટ રહીએ છીએ.

વોક

જો તમે જીમમાં જઈને કસરત નથી કરી શકતા તો આજથી જ ચાલવાની આદત બનાવી લો. તજજ્ઞોના મતે ચાલવાથી લગભગ અડધા કલાકમાં 200 કેલરી બર્ન કરી શકાય છે. જો તમે દરરોજ જોગિંગ અથવા જિમ માટે સમય કાઢી શકતા નથી, તો ચોક્કસપણે 5000થી 10000 પગથિયા ચાલો. આમ કરવાથી તમારું શરીર પણ સ્વસ્થ રહેશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.

સફાઈ જાતે કરો

વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢો અને જાતે જ ઘરની સફાઈ શરૂ કરો. સફાઈ તમને કસરત પણ કરાવશે. એવું માનવામાં આવે છે કે કચરા-પોતુ કરવાથી પેટની કસરત થાય છે અને તેનાથી થોડા સમયમાં પેટ ઓછું થઈ જાય છે. તેથી આજથી જ ઘરની સફાઈ જાતે શરૂ કરો.

બાળકો સાથે રમો

જો તમારા ઘરમાં નાના બાળકો છે તો ચોક્કસ તેમની સાથે રમો. આ શારીરિક પ્રવૃત્તિથી તમે સક્રિય રહી શકશો અને બાળકો પણ ખુશ રહેશે. જો ઘરમાં બાળકો ન હોય તો અન્ય બાળકો સાથે સમય વ્યસ્ત કરો અને તેમની સાથે બહાર ફરવા જાઓ. એટલું જ નહીં, પાલતુ પ્રાણીઓ સાથે રમવાથી પણ ઘણી કસરત થાય છે.

આ પણ વાંચોઃ Health: ઓમિક્રોનના લક્ષણો દેખાય ત્યારે આ આહારનું સેવન કરો, મળશે ઘણા ફાયદા

આ પણ વાંચોઃ Child Care: શિયાળા દરમિયાન બાળકને શરદીથી રાહત અપાવવા માટે કરો આ 5 ઘરગથ્થુ ઉપચાર

Next Article