હાર્ટ એટેક અને ગેસથી થતા છાતીમાં દુખાવાને કેવી રીતે ઓળખશો ? જુઓ Video

|

Apr 02, 2023 | 8:06 PM

આ વીડિયોમાં ડૉ સલીમ-તબીબે છાતીમાં દુખાવો થતો હોય ત્યારે આ દુખાવો હાર્ટ એટેકનો છે કે એસિડીટી કે ગેસને કારણે થાય છે તે વચ્ચે ભેદ જાણવા માટે ઉપયોગી સાબિત થશે.

હાર્ટ એટેક અને ગેસથી થતા છાતીમાં દુખાવાને કેવી રીતે ઓળખશો ? જુઓ Video

Follow us on

આજકાલની ભાગદોડ અને ટેન્શનભરી લાઇફમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. તેમાં પણ હવે તો નાની ઉંમરે હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ સાથે આજકાલ લોકો ફાસ્ટ લાઇફને કારણે ખાવાપીવામાં ખાસ ધ્યાન આપતા નથી, તેથી ગેસ અને એસિડીટીની સમસ્યા પણ જોવા મળી રહી છે. જેને કારણે ઘણીવાર છાતીમાં દુખાવાની સમસ્યા અનુભવે છે. આ બંને છાતીના દુખાવાને સામાન્ય લોકો ઓળખી શકતા નથી. ત્યારે આ અહેવાલમાં આ બંને દુખાવાને કંઇ રીતે ઓળખો તે અંગે યુ-ટયુબ ચેનલ પર તબીબ દ્વારા એક વીડિયો જાહેર થયો છે. જેને જોઇ લેશો તો તમારા આ પ્રશ્નનો જવાબ આસાનીથી મળી જશે. હેલ્થ ન્યુઝ અહીં વાંચો.

આ વીડિયોમાં ડૉ સલીમ-તબીબે છાતીમાં દુખાવો થતો હોય ત્યારે આ દુખાવો હાર્ટ એટેકનો છે કે એસિડીટી કે ગેસને કારણે થાય છે તે વચ્ચે ભેદ જાણવા માટે ઉપયોગી સાબિત થશે. વીડિયોમાં તબીબના જણાવ્યા પ્રમાણે, છાતીમાં જયારે દુખાવો થાય ત્યારે એ કંઇ જગ્યા પર વધારે અનુભવાય છે તે પહેલા ચકાસી લો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

ગેસનો ભરાવો-એસિડિટીમાં થતો દુખાવો આ રીતે ઓળખો

ગેસ અને એસિડિટીની સમસ્યામાં જયારે દુખાવો થાય તે પેટના ઉપરના ભાગે હોય છે. અને, છાતીના વચ્ચેના ભાગથી સહેજ નીચે થતો હોય છે. આ સાથે ગેસ-એસિડિટીના દુખાવામાં છાતીમાં બળતરા પણ અનુભવાય છે. અને, આ બળતરા છેક ગળા સુધી અનુભવાય છે. અને, ગેસ વખતે થતો દુખાવો એટલો અતિશય હોતો નથી. અને, આ દુખાવો કયારેક છાતીની ડાબી તરફ અને કયારેક જમણી તરફ થતો હોય છે. એટલે કે ગેસની હેરફેર સાથે દુખાવાની જગ્યામાં પણ ફેરફાર થાય છે.

હાર્ટ એટેકમાં આવતો દુખાવો આ રીતે ઓળખો

હાર્ટ એટેક એક ગંભીર બિમારી છે. આ બિમારીમાં દર્દના અંગોમાંથી હાર્ટમાં આવતું લોહી બંધ થઇ જાય છે. અને હાર્ટની આસપાસની નસો સંકોચાઇ જવાથી લોહીનું પરિભ્રમણ બંધ થઇ જાય છે. અને, અચાનક છાતીમાં દુખાવો પેદા થાય છે. આ દુખાવો છાતીની એકદમ મિડલમાં થાય છે. અને, હાર્ટ એટેક વખતે આવતો દુખાવો એકદમ અસહ્ય થતો હોય છે. અને, આ દુખાવો એક કે બે મિનિટ અસહ્ય થાય છે. કયારેક તે વધારે પણ અનુભવાય છે. બાદમાં એ દુખાવો હળવો પણ થઇ શકે છે. પરંતુ આ દુખાવાની જગ્યા એક જ હોય છે. આવી સ્થિતિમાં તમારે બને એટલું જલ્દી તબીબને ત્યાં પહોંચવું હિતાવહ રહે છે.

લાઈફસ્ટાઈલ અને હેલ્થના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

હેલ્થ ન્યૂઝ અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 8:31 pm, Fri, 31 March 23

Next Article