Fake Paneer: ફાટેલા દૂધમાંથી બનાવવામાં આવેલું પનીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પનીરમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે આપણા શરીર અને સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક છે. પનીર (paneer) પ્રોટીન અને ચરબીના મુખ્ય સ્ત્રોતોમાંનું એક છે.
આ ઉપરાંત પનીર (paneer)માં ઘણા જરૂરી પોષક તત્વો રહેલા હોય છે, જેવા કે મિનરલ્સ કાર્બોહાઈડ્રેટ, એનર્જી, કેલ્શિયમ, ફોસ્ફરસ, જેવા અનેક વિટામિન પણ હોય છે. કાચા પનીરની સાથે તેને શાક બનાવીને પણ ખાઈ શકાય છે. પરંતુ આ તમામ લાભો અસલી પનીરના છે. નકલી પનીર (paneer)ખાવાથી તમારા શરીરની સાથે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
નકલી પનીરની આડઅસર
જ્યારે એક તરફ અનેક પ્રકારના પોષક તત્વો ધરાવતું પનીર આપણને ઘણા ફાયદાઓ આપે છે તો બીજી બાજુ હાનિકારક તત્વોનું મિશ્રણ કરીને બનાવેલ નકલી પનીર આપણને અનેક બીમારી (disease)આપી શકે છે. નકલી પનીર ખાવાને કારણે તમને ટાઈફોઈડ, ઝાડા, કમળો, અલ્સર જેવા ભયંકર રોગો થઈ શકે છે. એટલું જ નહીં નકલી પનીર ખાધા પછી તમને પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ચામડીમાં બળતરા અને અપચોની સમસ્યા પણ થઈ શકે છે.
તેથી ઘરે પનીર (paneer)બનાવતા પહેલા તેને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પરંતુ પનીરને ઓળખવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે સાચું અને ખોટું પનીર બંને દેખાવમાં બરાબર સમાન છે. જો કે કેટલાક ઉપાયથી નકલી પનીરને સરળતાથી ઓળખી શકાય છે.
નકલી પનીર કેવી રીતે ઓળખવું?
સાચું પનીર ખાવા કરતા નકલી પનીર હંમેશા કડક હોય છે. નકલી પનીર સરળતાથી ખાઈ શકાતું નથી, તેને રબરની જેમ ખેંચવું પડે છે. આ સિવાય નકલી પનીર તોડતી વખતે પણ તેને રબરની જેમ ખેંચવું પડે છે. આ સિવાય નકલી પનીર (Fake paneer)ના ટુકડાને દબાવવાથી તૂટી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે નકલી પનીરમાં ઉમેરવામાં આવેલ સ્કિમ્ડ મિલ્ડ પાવડર દબાણનો સામનો કરવામાં અસમર્થ હોય છે અને તૂટી જાય છે.
આ સિવાય પનીર (paneer)ને પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડુ કરો. ઠંડુ થયા પછી પનીર પર આયોડિન ટિંચરના 2-3 ટીપાં નાખો. જો પનીરનો રંગ વાદળી થઈ જાય તો સમજી લો કે તે નકલી છે.
આ પણ વાંચો : Health Tips : લાલ, સફેદ, કાળા અને બ્રાઉન ચોખા, આરોગ્ય માટે ક્યાં ચોખા છે યોગ્ય, જાણો
Published On - 9:50 pm, Mon, 9 August 21