કોરોનાએ દરેકનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. સૌની હવે રહેવા અને ફરવાની રીત બદલાઈ ગઈ છે. બહાર માસ્કવાળા ચહેરા જ જોવા મળે છે. કોરોના નિયમોનું યોગ્ય વર્તન જેમ કે માસ્ક પહેરવું, સામાજિક અંતરને અનુસરવું આ બધું આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. લોકો કોરોનાથી બચવા માટે વેક્સિન લઇ રહ્યા છે. પરંતુ આ સાથે જ એક સવાલ પણ ઉભો થાય છે કે આ બધા નિયમોનું ક્યાં સુધી પાલન કરવું પડશે. લોકો સવાલ પણ પૂછી રહ્યા છે કે માસ્ક પહેરવામાંથી ક્યારે છૂટકારો મળશે. લોકો જાણવા માગે છે કે તેઓ માસ્ક વગર ક્યારે ફરવા માટે સક્ષમ હશે.
આ પ્રશ્નનો જવાબ નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે આપ્યો છે. તેમના મતે, આપણે આવતા વર્ષ સુધી આ રીતે માસ્ક પહેરવા પડશે. વીકે પોલના જણાવ્યા અનુસાર કોરોનાને હરાવવા માટે રસી, દવા અને કોરોનાના નિયમોના પાલનની જરૂરી છે. જો કોરોનાને હરાવવો હોય તો આ બધી બાબતોને એકસાથે અનુસરવી પડશે, તેથી આવતા વર્ષે ભારતમાં પણ લોકોએ માસ્ક પહેરવા પડશે. પોલે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ચેતવણી આપી છે અને કહ્યું છે કે ત્રીજી લહેરની સંભાવના હજુ ટળી નથી, આગળનો સમય જોખમી છે.
ખાનગી સમાચાર સંસ્થાને આપેલા એક ઈન્ટરવ્યુમાં ડો.વી.કે.પૌલે કહ્યું કે, “માસ્ક પહેરવાથી અત્યારે તો છૂટકારો નહીં મળે. હજુ થોડા સમય માટે તો નહીં. આપણે આગામી વર્ષ માટે પણ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું પડશે.”
આ સિવાય, ડો.વી.કે.પૌલે સૌથી વધુ પૂછાયેલા સવાલનો જવાબ પણ આપ્યો. અને એ સવાલ છે શું ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે? ડો.વી.કે.પૌલે કહ્યું કે તેની સંભાવનાને નકારી શકાય નહીં. આગામી ચાર-પાંચ મહિનામાં વેક્સિન દ્વારા હર્ડ ઇમ્યુનિટીની રચના થઇ શકે છે. આપણે રોગચાળાથી બચવા માટે જાતને તૈયાર કરવી પડશે અને મને લાગે છે કે જો આપણે સાથે મળીશું તો તે શક્ય બનશે.’
જાહેર છે કે માસ્કની હવે લોકોને આદત પાડવા લાગી છે. દરેક જગ્યાએ માસ્ક પહેરીને રાખવાના કારણે ઘણા લોકોને સમસ્યા પણ થાય છે. જોકે બીજા પાસા પર નજર રાખીએ તો માસ્ક પહેરવાથી અન્ય રોગોથી બચવાના પણ ઘણા ફાયદા થયા હોવાના પણ અહેવાલ સામે આવેલા છે. તેમ છતાં હજુ આવતા વર્ષ સુધી તો માસ્ક પહેરી રાખવા પડશે એવું ડો.વી.કે.પૌલનું કહેવું છે.
આ પણ વાંચો: Birthday Special: ખુબ ફિલ્મી છે આયુષ્માન-તાહિરાની લવ સ્ટોરી, લગ્ન પછી 4 વર્ષ રહ્યા એકબીજાથી દૂર
આ પણ વાંચો: Big News: પ્રતિક ગાંધીની ફિલ્મ રાવણ લીલાનું નામ બદલીને કરવામાં આવ્યું ‘ભવાઈ’, જાણો શું આપ્યું મેકર્સે કારણ