Toothache Home Remedies : દાંતના દુ:ખાવાથી પરેશાન છો ? તો અપનાવો આ અસરદાર ઘરેલુ નૂસ્ખા

|

Sep 01, 2021 | 3:31 PM

સામાન્ય રીતે દાંતમાં દુ:ખાવો સડો, ઈજા અથવા સાઇનસની સમસ્યાને કારણે હોઈ શકે છે. ત્યારે આજે અમે તમને કેટલાક સરળ ઘરેલૂ ઉપાયો વિશે જણાવીશુ જેનાથી તમે દાંતના દુ:ખાવાથી રાહત મેળવી શકો છો.

1 / 5
લવિંગનું તેલ - લવિંગ દાંતના દુ:ખાવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, તેમાં યુજેનોલ નામનું સક્રિય ઘટક છે, જે કુદરતી એનેસ્થેટિક છે. તમે આ તેલને કોટનની મદદથી લગાવીને દુ:ખાવાથી રાહત મેળવી શકો છો.

2 / 5
લસણ - લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે. તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો ધરાવે છે, જે દાંતનો દુ:ખાવો પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. તમે લસણને સીધું ચાવીને અથવા તેમાં મીઠું ઉમેરીને પેસ્ટના રૂપમાં લગાવી શકો છો.

3 / 5
વેનીલા અર્ક - વેનીલા અર્કમાં રહેલા આલ્કોહોલનું પ્રમાણ થોડા સમય માટે દુ:ખાવામાંથી રાહત આપે છે,ઉપરાંત તેમાં એન્ટી ઓક્સિડેન્ટ પણ છે જે સોજાને ઠીક કરવા માટે ઉપયોગી છે.

4 / 5
આમળા-આમળામાં ઘણા એન્ટી ઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. રોજ એક ચમચી આમળા પાઉડરનું સેવન તમારા દાંતને સ્વસ્થ અને રોગમુક્ત રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

5 / 5
હળદર પાવડર - તમારા રસોડામાં રહેલી હળદર એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે અને તે બળતરા અટકાવે છે. સરસવના તેલમાં હળદર પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. દરરોજ રાત્રે સૂતા પહેલા તેને લગાવવાથી દુ:ખાવાથી રાહત મેળવી શકાય છે.

Next Photo Gallery