Gujarati NewsHealthHoli 2022: Be so careful before playing Holi, otherwise the fun of Holi will be ruined
Holi 2022: હોળી રમતા પહેલા આટલી સાવચેતી રાખજો નહીં તો હોળીની મજા બગડી જશે
હોળી એ આનંદથી ભરપૂર તહેવાર છે, પરંતુ મજા કરતી વખતે તમારા સ્વાસ્થ્યની અવગણના ન કરો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તેથી હોળી રમતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Holi 2022
Follow us on
હોળી (Holi)એ ખુશીઓનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજા પર રંગો (Colors) નાખીને હોળી રમે છે. પરંતુ આ મસ્તીમાં ઘણી વખત તેઓ પોતાના સ્વાસ્થ્યની પણ અવગણના કરે છે. હોળીના રંગો રાસાયણિક હોય છે, જે તમારી ત્વચા અને વાળને (Skin and Hair) તો બગાડે છે, સાથે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તેથી હોળી જરૂર રમો, પરંતુ તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં. હોળી રમતા પહેલા થોડી સાવચેતી રાખો, જેથી તમારે તમારી ત્વચા કે સ્વાસ્થ્ય પર તેના રંગોનો માર સહન ન કરવો પડે.
અહીં જાણો હોળી રમતા પહેલા કઈ સાવચેતી રાખવી જોઈએ
કેમિકલવાળા રંગોને કારણે ઘણી વખત ત્વચામાં એલર્જી થાય છે, સાથે જ ડ્રાયનેસ પણ થાય છે. તેથી હોળી રમતા પહેલા તમારે ચહેરાને સારી રીતે મોઈશ્ચરાઈઝ કરવાની જરૂર છે. હોળી રમતા પહેલા શરીર પર નાળિયેરનું તેલ અથવા સરસવનું તેલ લગાવો, જેથી ત્વચા પર રંગ બેસી ન જાય. આ સિવાય ફુલ બાયના કપડા પહેરીને જ હોળી રમો.
પાકા રંગો હેર ડાઈ જેવા હોય છે, જે વાળને શુષ્ક બનાવે છે. વાળને રંગોની આડ અસરથી બચાવવા માટે હોળી રમતા પહેલા વાળમાં તેલ લગાવો અને વાળને કપડાથી ઢાંકી દો.
જો તમે અસ્થમાના દર્દી છો અથવા શ્વાસની કોઈ સમસ્યા હોય તો હોળી રમવાનું ટાળો. રંગના સૂક્ષ્મ કણો શ્વાસ દ્વારા અંદર જઈ શકે છે અને સમસ્યા વધારી શકે છે.
ઘણી વખત આંખોમાં રાસાયણિક રંગને લીધે તીવ્ર બળતરા થાય છે. આવી સ્થિતિમાં તરત જ આંખોને પાણીથી ધોઈ લો અને આંખોમાં ગુલાબજળ નાખો. હોળી રમતી વખતે કોઈપણ કિંમતે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરશો નહીં.
કોઈપણ લપસી જવાય તેવી જગ્યાએ હોળી ન રમવી. હોળી બગીચામાં રમો જ્યાં પાણી સરળતાથી શોષાય જાય છે અને કોઈપણ પ્રકારની દુર્ઘટના થવાની સંભાવના નથી.
જો તમારા નખ મોટા છે તો હોળી રમતા પહેલા તેને કાપી લો. હોળીનો કેમિકલ રંગ નખમાં જમા થાય છે. બાદમાં તે ખોરાક દ્વારા તમારા પેટમાં જશે અને તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે.