Heart attack : ઊંઘ ન આવવાથી પણ આવી શકે છે હાર્ટ એટેક, આ છે લક્ષણો

Heart disease Prevention tips:એક રિસર્ચમાં સામે આવ્યું છે કે રાત્રે ખાલી પેટ સૂવાથી હાર્ટ ફંક્શન પર અસર પડે છે. જેના કારણે એટેકનો પણ ભય છે.

Heart attack : ઊંઘ ન આવવાથી પણ આવી શકે છે હાર્ટ એટેક, આ છે લક્ષણો
Heart attack
| Edited By: | Updated on: May 03, 2023 | 11:46 AM

Heart attack: દેશમાં કેન્સરની જેમ હવે હ્રદયરોગના કારણે મૃત્યુના આંકડા પણ વધી રહ્યા છે. લોકો હાર્ટ એટેક અને અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામી રહ્યા છે. લોકો નાની ઉંમરમાં જ હૃદયની બીમારીનો શિકાર બની રહ્યા છે. હૃદયરોગ અંગે પણ સંશોધન ચાલુ છે. હવે એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સાત કલાકથી ઓછી ઉંઘ લેવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ ત્રણ ગણું વધી જાય છે.

આ અભ્યાસ જર્નલ ઑફ એક્સપેરિમેન્ટલમાં પ્રકાશિત થયો છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે 7 કલાકથી ઓછી ઊંઘ લેવાથી શરીરમાં એન્ડોથેલિયલ કોશિકાઓની પ્રવૃત્તિ ઘટી જાય છે. આમાં ઘટાડો થવાને કારણે હૃદયની આર્ટરીઝનો ફેલાવો ઓછો થવા લાગે છે, જેના કારણે એટેકનો ખતરો રહે છે. રિસર્ચમાં એવા લોકોની ઊંઘની પેટર્ન જોવામાં આવી હતી જેમને હૃદયની બીમારી છે. એવું જાણવા મળ્યું હતું કે હૃદય રોગના 23 ટકા દર્દીઓ 6 કલાકથી ઓછી ઊંઘ લે છે. આના પરથી સંશોધકોએ શરીર પર ઊંઘની ઓછપને કારણે શરીરમાં આવા પ્રકારની સમસ્યા જોવા મળે છે.

8 કલાકની ઊંઘ જરૂરી છે

કાર્ડિયોલોજિસ્ટ ડૉ.અજિત જૈનના જણાવ્યા અનુસાર, ઊંઘ ન આવવાથી બોડી ક્લોક ડિસ્ટર્બ થઈ જાય છે, જેના કારણે હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. બીપીમાં વધારો સીધો હૃદય રોગનું કારણ બની શકે છે. ઊંઘનો અભાવ વધુ સમસ્યાઓનું કારણ બને છે, જેમ કે વ્યક્તિ આખા દિવસ દરમિયાન ઓછી ઉર્જા અનુભવે છે. તે આખો દિવસ બગાસું મારતો રહે છે. ઊંઘના અભાવે પણ સ્થૂળતા વધે છે. આના કારણે કોલેસ્ટ્રોલ વધવાનો પણ ખતરો છે. આવી સ્થિતિમાં હૃદયના સારા સ્વાસ્થ્ય માટે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. આ સિવાય સ્વસ્થ આહાર લેવો પણ જરૂરી છે. જંક ફૂડ અને વધુ ચરબીવાળા ખોરાકનું સેવન ટાળો.

સારી ઉંઘ માટે ધ્યાનમાં રાખો આ બાબત

  • સૂતા પહેલા કોફી કે ચા ન પીવી
  • સૂવાના 3 કલાક પહેલા થોડી કસરત કરો
  • લાઇટ બંધ કરીને સૂવાની આદત પાળો
  • જો તમને ઊંઘ ન આવતી હોય તો 15 થી 20 મિનિટ ચાલવું
  • દિવસ દરમિયાન ઊંઘ ન કરો

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…