Healthy juices and Smoothies: ગરમીમાં રાહત આપશે આ હેલધી જૂસ અને સ્મૂધી, આજે જ કરો તમારા ડાયટમાં સામેલ

|

Jun 15, 2022 | 11:49 PM

Healthy juices and Smoothies: આપણે ઉનાળામાં આપણા શરીરને હાઇડ્રેટ રાખવા માટે આપણા ડાયટમાં ઘણા પ્રકારના આહારનો સમાવેશ કરતા હોઈએ છે. આ ડાયટમાં તમે જ્યુસ અને સ્મૂધીના રૂપમાં પાણીયુક્ત ડ્રિન્કસ પણ લઈ શકો છો.

Healthy juices and Smoothies: ગરમીમાં રાહત આપશે આ હેલધી જૂસ અને સ્મૂધી, આજે જ કરો તમારા ડાયટમાં સામેલ
healthy jusices and smoothies
Image Credit source: File Image

Follow us on

Healthy juices and Smoothies: ઉનાળામાં કાળજાળ ગરમીથી બચવા પાણીથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળો અને શાકભાજી તમને ઉનાળામાં શરીરને  હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે. તેઓ ઉનાળામાં તમને ઊર્જાવાન રાખવામાં મદદ કરે છે. તમે મોસમી ફળો અને શાકભાજી જેવા કે કેરી, લીંબુ અને કાકડી વગેરેનું સેવન કરી શકો છો. તેનુ તમે ઘણી રીતે સેવન કરી શકો છો. ઉનાળામાં શેક, જ્યુસ અને સ્મૂધીનું લોકો ખુબ પીએ છે. દહીં અને દૂધ વગેરેનો ઉપયોગ કરીને સ્મૂધી બનાવવામાં આવે છે. આ જ્યુસ અને સ્મૂધી ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. આવો જાણીએ ઉનાળામાં તમે કઈ સ્મૂધી અને જ્યુસનું ( juices and Smoothies) સેવન કરી શકો છો.

સ્ટ્રોબેરી સ્મૂધી

સ્ટ્રોબેરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી તમે લાંબા સમય સુધી તમને ભુખ નહીં લાગશે. સ્ટ્રોબેરી સ્મૂધી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ અત્યંત પૌષ્ટિક પણ છે. તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ છે. તમે તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે બ્લુબેરી જેવા ફળો ઉમેરી શકો છો.

નારંગીનો જ્યુસ

ઉનાળામાં તમે નારંગીના રસનું સેવન કરી શકો છો. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે ઉનાળામાં તમારા શરીરને ઉર્જાવાન અને તાજગીયુક્ત રાખવામાં મદદ કરે છે. નારંગીનો રસ બનાવવો ખૂબ જ સરળ છે. નારંગીનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મેંગો સ્મૂધી

ઉનાળામાં કેરીને લોકો સ્વાદ અને ઠંડકને કારણે ખુબ ખાય છે. ઉનાળાની સિઝનમાં તમે અનેક પ્રકારની કેરીઓનું સેવન કરી શકો છો. માવો, દૂધ અને દહીંનો ઉપયોગ કરીને મેંગો સ્મૂધી બનાવવામાં આવે છે. તે ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર છે. મેંગો સ્મૂધી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમે ઉનાળાની ઋતુમાં તમારા મહેમાનોને પણ આ પીણું પીરસી શકો છો. તમે નાસ્તામાં સ્મૂધી લઈ શકો છો.

તરબૂચનો જ્યુસ

તરબૂચમાં 90 ટકા પાણી હોય છે. ઉનાળામાં તમે નિયમિતપણે એક ગ્લાસ જ્યુસ પી શકો છો. તેમાં વિટામિન A અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પાણીનું પ્રમાણ ઘણું વધારે છે. તે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તરબૂચનો રસ ખૂબ જ સ્વસ્થ અને સ્વાદિષ્ટ હોય છે. આ જ્યુસ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Next Article