Healthy Drink : ડાયાબિટીસના દર્દીઓ માટે પીવાલાયક શ્રેષ્ઠ પીણાં આ રહ્યા

|

Jul 19, 2022 | 8:37 AM

લીમડામાં (Neem ) સ્વાસ્થ્ય જાળવવા માટે પણ અનેક ગુણો રહેલા છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેમાં એન્ટી વાયરલ ગુણ પણ છે.

Healthy Drink : ડાયાબિટીસના દર્દીઓ માટે પીવાલાયક શ્રેષ્ઠ પીણાં આ રહ્યા
Healthy drink for Diabetic patients (Symbolic Image )

Follow us on

જ્યારે શરીરમાં (Body ) ઇન્સ્યુલિન પ્રતિકાર જેવી સમસ્યાઓ જોવા મળે છે, તો તેનો અર્થ એ છે કે તમે ડાયાબિટીસના (Diabetes ) દર્દી છો. ડાયાબિટીસના દર્દીઓમાં હાઈ બ્લડ સુગરનું (Sugar ) જોખમ વધારે હોય છે. તેથી આવા દર્દીઓએ મીઠી વસ્તુ બિલકુલ ન ખાવી જોઈએ. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમે કેટલાક એવા ડ્રિંકનું પણ સેવન કરી શકો છો, જેનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. આ પીણાં એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે આ વસ્તુઓનો સ્વાદ થોડો બેસ્વાદ અને કડવો હોઈ શકે છે, પરંતુ તેનાથી તમને જે ફાયદો થશે તે ખૂબ જ સારો છે. આવો જાણીએ આવા કયા ડ્રિંક્સ છે, જેના સેવનથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે.

જો તમે ડાયાબિટીસની દવાની સાથે સાથે કેટલાક આયુર્વેદિક કે દેશી ઈલાજ અપનાવીને પણ આ બીમારીથી રાહત મેળવવા માંગતા હોવ તો આ આર્ટિકલ તમારા માટે જ છે. અમે અહીં તમને એવા પાંચ પીણા વિષે જણાવવા જઈ રહ્યા છે જે પીને તમે ડાયાબિટીસથી ઘણા ખરા અંશે રાહત મેળવી શકો છો.

ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ પીણાં

1. કારેલાનો રસ

કારેલામાં આવા ઘણા પૌષ્ટિક તત્વો હોય છે જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. દરરોજ સવારે કંઈપણ ખાધા વગર કારેલાનો રસ પીવો.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

2. લીમડાનો રસ

લીમડામાં સ્વાસ્થ્ય જાળવવા માટે પણ અનેક ગુણો રહેલા છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેમાં એન્ટી વાયરલ ગુણ પણ છે.

3. જવનું પાણી

જવમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે જે શરીરમાં બ્લડ સુગર લેવલ અને ઇન્સ્યુલિન લેવલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. જવને એક કપ પાણીમાં ઉકાળો અને પાણી પીવો.

4. જિનસેંગ ટી

તમે આ પીણું પહેલીવાર સાંભળ્યું હશે. આ ચા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. એક પેનમાં પાણી ગરમ કરો, તેમાં જિનસેંગ ઉમેરો અને તેને ઉકાળો. ત્યાર બાદ તેને ગાળીને પી લો.

5. તુલસીના બીજ

સબજાના બીજ તુલસીના બીજ છે. તેમાં પ્રોટીન હોય છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી, દરરોજ તેનું સેવન કરવાની ખાતરી કરો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Next Article