Healthy Diet: કોણ આપે છે વધારે પોષણ? ઈંડાનો સફેદ ભાગ કે પીળો ભાગ?

|

Jan 25, 2022 | 7:30 AM

ઘણા લોકો ઈંડાની જરદી ખાતા નથી કારણ કે તેઓ વિચારે છે કે તેમાં કોલેસ્ટ્રોલની માત્રા મળી આવે છે. તેમાં ચરબી અને સોડિયમ પણ વધુ હોય છે.

Healthy Diet: કોણ આપે છે વધારે પોષણ? ઈંડાનો સફેદ ભાગ કે પીળો ભાગ?
Health Benefits of eggs (Symbolic Image )

Follow us on

ઇંડા (Eggs )  પ્રોટીન અને કેટલાક અન્ય પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે. કોઈપણ રીતે ઈંડું ખાવાથી તમને 13 પ્રકારના વિટામીન (Vitamins)  અને અન્ય મિનરલ્સ મળે છે. પરંતુ આજકાલ દરેક વ્યક્તિને ઈંડાની જરદી અથવા અંદરનો પીળો ભાગ ખાવાનું પસંદ નથી અને તેને ફેંકી દેવું. તેની પાછળનો ખ્યાલ એ છે કે આ પીળો ભાગ કોલેસ્ટ્રોલ (Cholesterol)  વધારે છે અને તે શરીર માટે અનિચ્છનીય માનવામાં આવે છે.

મોટાભાગના જીમ જનારા આ કોન્સેપ્ટ પાછળ છે પણ વાસ્તવિકતા કંઈક બીજી જ છે.હકીકતમાં, જો તમે જરદી ખાતા નથી તો તમે ઈંડામાં રહેલા ઘણા પોષક તત્વોથી વંચિત છો. ઈંડાની જરદી દૂર કરવાથી તમને ઈંડાનો અડધો ફાયદો મળે છે.

જરદીમાં શું હોય છે?

ઈંડાની જરદીમાં જ તમામ પોષણ હાજર હોય છે. ઈંડાની સફેદીમાં જરદી કરતાં ઓછું પોષણ હોય છે. આખા ઈંડામાં વિટામિન A, D, E અને K હોય છે. આ સિવાય 6 અલગ-અલગ પ્રકારના B વિટામિન્સ પણ મળી આવે છે. જો મિનરલ્સની વાત કરીએ તો ઈંડામાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક અને ફોલેટ જેવા મિનરલ્સ જોવા મળે છે. આમાંના મોટાભાગના વિટામિન્સ અને મિનરલ્સ ઈંડાની જરદીમાં જોવા મળે છે. જો તમે આ ભાગ નહીં ખાઓ તો તમને આમાંથી અડધા અથવા ઓછા પોષક તત્વો જ મળશે. ઈંડાની સફેદી માત્ર પ્રોટીનથી ભરપૂર હોય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જરદી વિશે ખોટો ખ્યાલ

ઘણા લોકો ઈંડાની જરદી ખાતા નથી કારણ કે તેઓ વિચારે છે કે તેમાં કોલેસ્ટ્રોલની માત્રા મળી આવે છે. તેમાં ચરબી અને સોડિયમ પણ વધુ હોય છે. પરંતુ જો તમે મર્યાદિત માત્રામાં ઈંડાનું સેવન કરો છો અને જીવનશૈલીને સ્વસ્થ રાખવા માટે આહાર અને કસરત પણ કરો છો તો તમારા શરીરને વધુ નુકસાન નહીં થાય. વજન ઘટાડવા અથવા સ્નાયુ બનાવવા માટે ચરબી અને કોલેસ્ટ્રોલ બંને જરૂરી છે.

કોલેસ્ટ્રોલને ટેસ્ટોસ્ટેરોન બનાવવા માટે જરૂરી માનવામાં આવે છે, જે એનર્જી લેવલને સુધારે છે. તે વિટામિન ડી બનાવવામાં પણ મદદ કરે છે. વિટામિન ડી હાડકાંને મજબૂત બનાવે છે. ઈંડાની જરદીમાં ચરબીનું પ્રમાણ સ્વસ્થ ચરબી છે. ઈંડા ખાવાથી તમે લાંબા સમય સુધી પેટ ભરાઈ રહે છે અને તમને ગરમ પણ લાગે છે.

ઇંડામાં કેટલું પોષણ છે?

ઈંડાની સફેદીમાં 28 ગ્રામ પ્રોટીન, 2 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 0 ગ્રામ ચરબી, 137 કેલરી હોય છે, જ્યારે 4 આખા ઈંડામાં 28 ગ્રામ પ્રોટીન, 2 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 21 ગ્રામ ચરબી અને 312 કેલરી હોય છે. એટલા માટે તમારે આખું ઈંડું ખાવું જોઈએ અને ઈંડાનો સફેદ ભાગ ફેંકવો જોઈએ નહીં. આનાથી તમે ઈંડામાં હાજર તમામ પૌષ્ટિક તત્વો મેળવી શકશો.

જો તમે ઈંડાને સફેદ ભાગ સાથે ખાઓ છો, તો તેમાં માત્ર પ્રોટીન અને અન્ય તત્ત્વો જ નથી, પરંતુ તેમાં ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડિયમ પણ હોય છે, તેથી તમારા માટે તેની માત્રાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ પડતા ઈંડા ખાવાથી તમને ખૂબ ગરમી લાગે છે અને તમને કેટલીક આડઅસર પણ થઈ શકે છે. તો માત્ર ફાયદા મેળવવા માટે દિવસમાં માત્ર 3 થી 4 ઈંડા જ ખાઓ. ઈંડાને ઉકાળીને અથવા આમલેટ બનાવીને ખાઈ શકાય છે.

આ પણ વાંચો:  Health Care Tips : મોટાપો ઓછો કરવા સિવાય બાજરો ખાવાના છે અનેક ફાયદા, જાણો વિગતે

આ પણ વાંચો: શરીરમાં દેખાવા લાગે આ લક્ષણ તો ચેતી જજો, તમારા શરીરને કસરતની જરૂર છે

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.

Next Article