Health : પીળું ઘી કે સફેદ ઘી ? સ્વાસ્થ્ય માટે કોણ છે શ્રેષ્ઠ અને જાણો બંને ઘી વચ્ચેનો તફાવત

|

Dec 04, 2021 | 9:09 AM

ભેંસના ઘીમાં ગાયના ઘી કરતાં વધુ ચરબી અને કેલરી હોય છે. તે શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યાઓથી રાહત આપવામાં પણ મદદ કરે છે અને સાંધાઓને સ્વસ્થ રાખે છે અને વૃદ્ધત્વની અસર ઘટાડે છે.

Health : પીળું ઘી કે સફેદ ઘી ? સ્વાસ્થ્ય માટે કોણ છે શ્રેષ્ઠ અને જાણો બંને ઘી વચ્ચેનો તફાવત
Ghee

Follow us on

દેશી ઘીના(Desi Ghee ) ફાયદા વિશે તમે પહેલા ઘણા લેખોમાં વાંચ્યું હશે. તે ફક્ત તમારા ખોરાકને(Food ) એક અલગ જ સ્વાદ આપવાનું કામ કરતું નથી પણ ખોરાકને નરમ પણ બનાવે છે. એટલું જ નહીં, તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તમે વાટકી ભરીને દાળ ખાવા માંગતા હોવ કે રોટલી કે પરાઠા, દેશી ઘી કોઈપણ વાનગીના સ્વાદને અદ્ભુત બનાવવાનું કામ કરે છે અને તમારા સ્વાસ્થ્યને પણ સારી સ્થિતિમાં રાખે છે. જો કે એવા ઘણા લોકો છે જેઓ વિચારે છે કે દેશી ઘીનું સેવન કરવાથી તેમનું વજન વધશે પરંતુ હકીકતમાં ઘી સ્વાસ્થ્ય લાભોનો ખજાનો છે.

વાસ્તવમાં, દેશી ઘી એ પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, E અને K નો સમૃદ્ધ સ્ત્રોત છે. દેશી ઘી માત્ર તમારી ત્વચા માટે જ નહીં પરંતુ તમારા વાળ, તમારી પાચન તંત્ર અને હૃદયની તંદુરસ્તી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે જાણતા નથી કે ઘીનો રંગ કેવી રીતે બદલાય છે, તો અમે તમને જણાવીએ છીએ કે સફેદ ઘી ભેંસના દૂધમાંથી બને છે અને પીળું ઘી ગાયના દૂધમાંથી બને છે. પરંતુ આ બેમાંથી દેશી ઘીની કઈ જાત વધુ સારી છે તે જાણવા માટે તમારે થોડી માહિતીની જરૂર પડશે. ચાલો જાણીએ કયું દેશી ઘી સારું છે.

સફેદ ઘી એટલે કે ભેંસના દૂધમાંથી બનેલું ઘી
સફેદ ઘીમાં પીળા ઘી કરતાં ઓછી ચરબી હોય છે. તેથી જ તેને સરળ અને સલામત રીતે લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. તે તમારા હાડકાંને સ્વસ્થ રાખવામાં, વજન વધારવા અને હૃદયના સ્નાયુઓની પ્રવૃત્તિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ભેંસનું ઘી મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પીળું ઘી એટલે ગાયના દૂધમાંથી બનેલું ઘી
જો તમે વજન ઓછું કરવા માંગો છો તો ગાયનું ઘી તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. ગાયનું ઘી પુખ્ત વયના અને બાળકોમાં સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે તેમજ તે પચવામાં પણ સરળ છે. ગાયના દૂધમાં A2 પ્રોટીન હોય છે, જે ભેંસના દૂધમાં હોતું નથી. A2 પ્રોટીન માત્ર ગાયના ઘીમાં જ જોવા મળે છે. ગાયનું ઘી પ્રોટીન, મિનરલ્સ, કેલ્શિયમ, વિટામિન્સથી ભરપૂર હોય છે. ગાયના ઘીનું સેવન કરવાથી હૃદયની કાર્યક્ષમતા સુધરે છે અને શરીરમાં હાજર લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું થાય છે. આ સિવાય તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ સુધરે છે.

કયું ઘી સારું છે
તમને જાણીને નવાઈ લાગશે કે બંને પ્રકારના ઘી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે અને તેમાં ચરબીનું પ્રમાણ લગભગ સમાન છે. જો કે, વર્ષોથી ગાયનું ઘી ભેંસના ઘી કરતાં વધુ પસંદ કરવામાં આવે છે. ગાયનું ઘી વધુ સારું છે કારણ કે તેમાં કેરોટીન, વિટામિન A હોય છે, જે આંખ અને મગજના કાર્ય માટે સારું માનવામાં આવે છે. તે પાચન માટે પણ સારું છે અને તેમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો છે. ભેંસના ઘીમાં ગાયના ઘી કરતાં વધુ ચરબી અને કેલરી હોય છે. તે શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યાઓથી રાહત આપવામાં પણ મદદ કરે છે અને સાંધાઓને સ્વસ્થ રાખે છે અને વૃદ્ધત્વની અસર ઘટાડે છે.

આ પણ વાંચો : Health : ઈંડા ખાવા સાથે જોડાયેલી એક ભૂલ જે લોકો હંમેશા કરે છે, વાંચો શું છે ?

આ પણ વાંચો : Health Tips : વારંવાર પેટનો દુ:ખાવો આ બિમારીનુ બની શકે છે કારણ, આ રીતે રાખો કાળજી

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article