
નોઝ બ્લોક થવું એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા ઘણીવાર વ્યક્તિને શરદી-ઉધરસ, ધૂળ ઉડવી , ગરમીને કારણે, એલર્જી, ચેપ, હવામાનમાં ફેરફાર અથવા સાઇનસ જેવી સમસ્યાઓને કારણે થઈ શકે છે. જ્યારે નાક બંધ થઈ જાય છે આ સમયે વ્યક્તિને શ્વાસ લેવામાં સૌથી વધુ તકલીફ પડતી હોય છે.
બંધ નાકથી રાહત મેળવવા માટે લોકો ઘણીવાર ઇન્હેલરનો ઉપયોગ કરતાં પણ જોવા મળે છે, પરંતુ જો તેઓ વારંવાર પ્રક્રિયા કરવામાં આવે, તો વ્યક્તિ પર તેની ખરાબ અસર પડી શકે છે. હવામાન બદલાતા નાક બંધ થવાથી પરેશાની છો, તો અમે તમારા માટે અહીં કેટલાક ઉપાયો અંગે માહિતી આપીશું.
તમે સંભાળ્યું હશે કે આપના શરીરમાં કેટલાક એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા હોય છે. બંધ નાકથી રાહત મેળવવા માટે તમે આ રીત અપનાવી શકો છો. અહીં આપેલા આ 3 એક્યુપ્રેશર પોઈન્ટને દબાવીને તરત જ બ્લોક થયેલ નાકને ખોલી શકો છો. એક્યુપ્રેશર એ એક પ્રાચીન કાળથી ચાલતી આવતી ચિકિત્સા પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શરીરના વિવિધ મહત્ત્વપૂર્ણ પોઈન્ટ પર પ્રેશર આપી અનેક બીમારીને દૂર કરી શકાય છે. ખાસ કરીને આપણા શરીરમાં એક્યુપ્રેશર પોઈન્ટ્સ પગના તળિયામાં હોય છે.
બ્લોક થયેલ નાક અને સાઈનસની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે નાકના આ બિંદુને દબાવી શકો છો. BL2 એક્યુપ્રેશર પોઈન્ટ તમારા નકના નસલ બ્રિજ અને તમારી આઇબ્રોના અંદરના ભાગની વચ્ચે આવેલું છે. આ બિંદુને દબાવતી વખતે, તમારી તર્જનીને તમારા નાકના પુલ પર મૂકો અને તમારી આંગળીઓને ભમર અને નાકની વચ્ચેની સ્લાઇડ સાથે ખસેડો. થોડીવાર માટે તમારી આંગળીઓને આ પોઈન્ટ પર રાખો.
નાકની બંને બાજુએ બેઝ પાસે એક્યુપ્રેશર પોઈન્ટને દબાવવાથી સાઈનસ, બ્લોક થયેલ નાક અને ભરાયેલા નાકની સમસ્યાઓમાં રાહત મળે છે. આ બિંદુ નાકની નજીક તે ભાગમાં છે જ્યાં તમારું નાક તમારા ગાલને સ્પર્સ કરે છે. તે ભાગ LI20 બિંદુ છે. આ પોઈન્ટ તમારા નાકની બંને બાજુએ આવેલું છે. આ બિંદુને તમારી આંગળી વડે થોડીવાર માટે હળવા હાથે દબાવો. આમ કરવાથી તમને રાહત મળી શકે છે.
નાકના આ બિંદુને GV24.5 અને યીટાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક લોકો આ ભાગને ત્રીજી આંખ પણ કહે છે. આ બિંદુ તમારી બંને આઇબ્રોની વચ્ચે આવેલી છે. આ બિંદુને એક્યુપ્રેશરથી ભરાયેલા નાક અને વહેતું નાકની સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ બિંદુને દબાવવા માટે, તમારી બંને આઇબ્રો વચ્ચે આંગળી મૂકો અને તમારા નાકના પુલની ઉપરનો વિસ્તાર ફાઇન્ડ કરો. જ્યાં તમારું માથું તમારા નાક સાથે જોડાય છે. તે જ જગ્યા પર તમારી આંગળી મૂકી નાકના આ બિંદુઓને થોડીવાર માટે દબાવી રાખો.
આ પણ વાંચો : Diabetes Care: ડાયાબિટીસ દરેક ઋતુમાં કંટ્રોલમાં રહેશે, આ શાકભાજી ખાવાનું શરૂ કરો
આ રીતે સમગ્ર શિયાળા દરમ્યાન તમે તમારા બંધ નાક, સાયનસ જેવી અનેક સમસ્યાથી રાહત મેળવી શકો છો. સાથે જ બિન જરૂરી દવા કે ઇન્હેલરનો ઉપયોગ ટાળવો એ ખૂબ જરૂરી છે. આ સાથે અનેક આયુર્વેદીક ઉપાયો પણ છે જેના દ્વારા તમે આ સમસ્યા થી છુટકારો મેળવી શકો છો.
(Desclaimer : અહીં આપવામાં આવેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)
હેલ્થ અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 5:05 pm, Sun, 29 October 23