Health Tips: શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ? આ ઋતુમાં હૃદય સમસ્યાથી બચવાના શું છે ઉપાય?

|

Nov 18, 2021 | 1:48 PM

Health Tips For Winter: કહેવામાં આવે છે કે શિયાળામાં હૃદય સમસ્યા વધી જાય છે. નિષ્ણાતો પણ આ વાત માને છે. તો ચાલો જાણીએ તેનું કારણ અને બચવાના ઉપાયો.

Health Tips: શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ? આ ઋતુમાં હૃદય સમસ્યાથી બચવાના શું છે ઉપાય?
Heart Care Tips

Follow us on

Health Tips For Winter: શિયાળાની (Winter) ઋતુ ખૂબ જ આનંદદાયક હોય છે, પરંતુ આ ઋતુ સાથે ઘણી બીમારીઓ પણ નોંતરી લાવે છે. શરદી ખાંસી જેવી સામાન્ય બીમારીઓ સાથે આ ઋતુમાં એક મોટું જોખમ પણ રહેલું છે.  શિયાળાની ઋતુમાં ખાસ કરીને હૃદયના દર્દીઓને (Heart Patient) વધુ તકલીફ પડે છે. હૃદય રોગથી (Heart problems) પીડિત દર્દીઓ માટે શિયાળો ખતરનાક માનવામાં આવે છે. અભ્યાસ મુજબ આ સિઝનમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને એરિથમિયા થવાની શક્યતાઓ વધી જાય છે. શિયાળામાં શરીરનું યોગ્ય તાપમાન જાળવી રાખવું પણ મહત્વનું હોય છે. તાપમાન જાળવી રાખવા માટે અલગ અલગ નુસખાઓ અપનાવવા જરૂરી બની જાય છે.

શિયાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આપણા શરીર અને હૃદયને વધુ મહેનત કરવી પડે છે. જેના કારણે આપણા હૃદય પર વધુ દબાણ આવે છે. હૃદય પર વધુ દબાણ આવતા નબળા હૃદયવાળા લોકો અને હાર્ટના દર્દીઓને તકલીફ થાય છે. આ દરમિયાન હાર્ટ ફેઈલનું (Heart fail and heart attack) પણ જોખમ વધી જાય છે.

શિયાળાની ઋતુ હૃદયના દર્દીઓ માટે કેમ ખતરનાક?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અહેવાલ અનુસાર આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે, શિયાળામાં તાપમાનમાં ઘટાડો થાય છે. આ ઋતુમાં ઠંડી વધે છે. શરીરને ઠંડીનો અનુભવ થતા આપનું મગજ રીતે શરીરને ગરમ રાખવાનો સંકેત આપે છે. તાપમાન ઘટતા સિસ્ટમને સક્રિય થાય છે, જેના કારણે કેટેકોલામાઇન્સનું સ્તર વધે છે. આમ થવાથી રક્તવાહિનીઓ સંકોચાય છે.

રક્તવાહિનીઓ સંકોચાતા હૃદયના ધબકારા વધે છે, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. જ્યારે રક્ત વાહિનીઓ સાંકડી થાય છે ત્યારે લોહી પણ તેમાં ગંઠાઈ જાય છે. અને આ બધા કારણોથી એટેકનું જોખમ વધે છે.

અન્ય કારણો

આ ઋતુમાં વાયરલ ઇન્ફેકશન વધે છે. સાથે જ સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વાયુ પ્રદૂષણ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, માનસિક દબાણ, ખાવાની ખરાબ આદતોના કારણે પણ હાર્ટ એટેક અને હાર્ટ ફેઈલની શક્યતા વધી જાય છે. જે લોકોનું હૃદય નબળું છે અથવા જેમને પહેલાથી જ હૃદયની કોઈ કોઈ બીમારી છે, તેઓને શિયાળામાં સાચવવું ખુબ જરૂરી બની જાય છે.

હાર્ટના દર્સીઓને શિયાળામાં શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આ સિવાય આ સિઝનમાં ફ્લૂ અને ન્યુમોનિયા જેવી બીમારીઓ થવાની શક્યતાઓ પણ વધી જાય છે.

શિયાળામાં આ રીતે રાખો હ્રદયની સંભાળ

ઠંડીની ઋતુમાં ગરમ ​​કપડા, મોજા અને ટોપી પહેરીને શરીરને ગરમ રાખો.

વધુ પડતું ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન ટાળો.

યોગ કે ધ્યાન કરો અને શારીરિક પ્રવૃત્તિ વધારો.

ખાસ તો સારી અને સંપૂર્ણ ઊંઘ હૃદયને સ્વસ્થ રાખી શકે છે.

શિયાળામાં આહાર પર ધ્યાન આપો. વધુ પડતું મીઠું અને મીઠાઈઓ ના ખાઓ.

શિયાળામાં ફળો અને સલાડનું પ્રમાણ ભોજનમાં વધારો.

સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવતા રહો અને જો તમને કોઈપણ પ્રકારની સમસ્યા જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

 

આ પણ વાંચો: ચેતવણી: જમ્યા બાદ તરત પાણી પીવાની આદત પડી શકે છે ભારે, થઇ શકે છે આ સમસ્યા

આ પણ વાંચો: Health Tips: પ્રદૂષણથી થતાં રોગોથી બચવા માંગતા હોવ તો તુલસીનું પાણી સાબિત થઈ શકે છે ફાયદાકારક

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article