
કેટલાક લોકોને હંમેશા આંખમાંથી પાણી આવવાની સમસ્યા હોય છે. આંખમાંથી પાણી આવવાનું કારણ ક્યારેક ધૂળ, ધુમાડો, તેજ પ્રકાશ અથવા આંખોમાં કંઈક જવાથી આંખોમાંથી પાણી આવી શકે છે.ઠંડી હવા અથવા જોરદાર પવન પણ આંખોમાંથી પાણી લાવી શકે છે. ક્યારેક, તે બળતરા અથવા થાકને કારણે થાય છે. આવા કિસ્સાઓમાં, આંખોમાંથી પાણી આવવું એ આંખોને સ્વચ્છ રાખવાનો એક માર્ગ હોઈ શકે છે.
જો આંખમાંથી વારંવાર પાણી આવે છે. તો આની પાછળ બીજું કારણ પણ હોય શકે છે. ત્યારે વારંવાર આંખમાંથી પાણી આવવાની વાતને નજરઅંદાજ કરવી જોઈએ નહી. સમય રહેતા કારણ જાણવું જરુરી છે. તેમજ તેનાથી આંખની યોગ્ય દેખરેખ અને સારવારમાં પણ મદદ મળે છે. તો ચાલો જાણીએ આંખમાંથી પાણી આવવાનું કારણ શું છે અને ક્યારે ડોક્ટરને મળવું જરુરી છે.
આંખોમાંથી વારંવાર પાણી આવવાનું એક મોટું કારણ ડ્રાઈ આઈ સિંડ્રોમ હોય શકે છે. આંખમાં પૂરતા પ્રમાણમાં ભેજનો અભાવ બળતરા પેદા કરે છે, અને તેના પ્રતિભાવમાં, આંખો વધુ આંસુ ઉત્પન્ન કરે છે. એલર્જી, સાઇનસ સમસ્યાઓ અને આંખના ઈન્ફેશનને કારણે પણ વધુ પડતું આંસુ આવી શકે છે.
આ સિવાય પાંપણમાં સોજો, પાંપળની અંદર બહાર દુખાવો થવો. આંખમાં ખુંચતો હોય તેવું લાગી શકે છે. કેટલાક લોકોમાં આસું નીકળનારી નળી બંધ થવાના કારણે આસું યોગ્ય રીતે બહાર નીકળી શકતા નથી. આ પાણી આંખમાંથી આવવા લાગે છે. આંખમાં ઈજા થવાથી કે કોઈ દવા અથવા કેટલીક મેડિકલ ટ્રીટમેન્ટ દરમિયાન પણ આ સમસ્યા થઈ શકે છે.
જો આંખમાંથી પાણી આવવાની સમસ્યા વારંવાર થઈ રહી છે અથવા કેટલાક દિવસ સુધી રહે તો આંખના ડોક્ટરની સલાહ લેવી બેસ્ટ વિકલ્પ છે. પાણી આવવાની સાથે આંખમાં દુખાવો થવો, વધારે લાલાશ આવી જવી. સોજો, કે ધુંધળું દેખાવવું અથવા રોશનીથી પરેશાની થઈ શકે છે. તો આને નજરઅંદાજ ન કરો.
આંખમાં ઈજા થવાના કારણે પાણી આવે છે. જો સતત પાણી આવે તો તપાસ કરવી જરુરી છે. જો આંખમાંથી પાણી સાથે વધારે ચિપચિપો પદાર્થ નીકળી રહ્યો છે અથવા આંખ ખોલવામાં પરેશાની થઈ રહી છે. તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો. સલાહ વગર આંખમાં કોઈ ડ્રોપ અથવા દવા નાંખવી નહી.