રોજિંદા જીવનમાં સ્ત્રીઓ ઘણીવાર બજાર અથવા ઓફિસ જતી વખતે ભારે પ્રદૂષણના (Pollution ) સંપર્કમાં આવે છે. જ્યારે વાહનોમાંથી ઝેરી ગેસ અને ધુમાડો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું (Health Problems) કારણ બને છે. માત્ર બહાર જ નહીં, આસપાસના વાતાવરણમાં અને ઘરમાં પણ એવી ઘણી વસ્તુઓ છે, જે પ્રદૂષણને જન્મ આપે છે.
પ્રદૂષણને કારણે અસ્થમા, ઉધરસ, દૃષ્ટિ નબળી પડવી, માથાનો દુખાવો, ફેફસામાં ઈન્ફેક્શન જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મહિલાઓ માટે પ્રદૂષણથી પોતાને સુરક્ષિત રાખવા માટે પૂરતી વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ આવા જ એક ઉપાય વિશે જેના દ્વારા મહિલાઓ પોતાના ઘરની હવાને શુદ્ધ કરીને પ્રદૂષણને કારણે થતી સમસ્યાઓથી પોતાને બચાવી શકે છે.
ઘણી સ્ત્રીઓ માને છે કે પ્રદૂષણના પ્રભાવથી આપણા શરીરનું લોહી પણ દૂષિત થવા લાગે છે. પ્રદૂષિત હવા આપણા શ્વાસ દ્વારા ફેફસામાં જાય છે અને શરીરને બિમાર કરી શકે છે. પૂરતો ઓક્સિજન ન મળવાથી અને પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી શરીરમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ધીમે ધીમે વધી શકે છે. આ સ્થિતિને કાર્બોક્સિહેમોગ્લોબિન કહેવામાં આવે છે.
શરીરને તેની રોજિંદી પ્રવૃત્તિઓ યોગ્ય રીતે કરવા માટે 90-100 ટકા ઓક્સિજનની જરૂર હોય છે, પરંતુ જો પ્રદૂષણને કારણે ઓક્સિજનનું સ્તર 90 ટકાથી નીચે જાય તો તેનાથી થાક, ત્વચાની એલર્જી, આંખોમાં બળતરા, શરદી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
પ્રદૂષણની સમસ્યાને દૂર કરવા માટે સ્વચ્છ વાતાવરણમાં રહેવું ખૂબ જ જરૂરી છે. આ રીતે ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તુલસીનો છોડ લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આસપાસના પર્યાવરણના પ્રદૂષણના સ્તરને 30 ટકા સુધી ઘટાડી શકે છે.
જો તુલસીમાંથી બનાવેલ ઉકાળો નિયમિત રીતે પીવામાં આવે તો પ્રદૂષણની અસરકારકતાને ઘટાડી શકાય છે. આ માટે તુલસીના 10 પાન, થોડું આદુ, ગોળ અને બે કાળા મરી નાખીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે આ પાણી ઉકાળ્યા પછી ચોથા ભાગનું રહી જાય તો તેને ગાળીને પી લો. તુલસીમાં અનેક પ્રકારના ઔષધીય તત્વો જોવા મળે છે.
તુલસીનું નિયમિત સેવન કરવાથી ઘણી બધી બિમારીઓથી છુટકારો મળે છે અને ત્વચામાં પણ નિખાર આવે છે. વાસ્તવમાં તુલસી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ છે, તેથી તે ત્વચાના રોગો સામે અસરકારક રક્ષણ આપે છે અને લોહીને શુદ્ધ કરીને ચહેરા પરની ચમક પણ વધારી શકે છે. આવી સ્થિતિમાં તુલસીના પાણીનું સેવન કરવાથી ચહેરા પર થોડા જ દિવસોમાં કુદરતી ચમક જોવા મળે છે.
શરીરમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે તમે એવા ઉપાયો અપનાવી શકો છો, જેમાં તમારે પૈસા ખર્ચવા ન પડે. આ માટે અનુલોમ-વિલોમ, કપાલભાતિ, ભસ્ત્રિકા પ્રાણાયામ અને ઓમનો જાપ ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ માત્ર 15 મિનિટ આ યોગ કરવાથી તમારા શરીરમાં ઓક્સિજનની માત્રા વધી શકે છે. દરરોજ આ યોગ કરવાથી શરીર શુદ્ધિની સાથે ચહેરા પર ચમક આવે છે, તમારી એકાગ્રતા પણ વધી શકે છે.
આ પણ વાંચો : આ વર્ષે સ્માર્ટ સિટી નેશનલ કોનફરન્સનું યજમાન બનશે સુરત! 100 શહેરોના પ્રતિનિધીઓ આવશે સુરત!
આ પણ વાંચો : Surat: મનપાએ ફરજિયાત વેક્સિનનો નિયમ બનાવતા લોકોએ સેકન્ડ ડોઝ લેવા લગાવી દોટ
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)